મુંબઈમાં બહુમજલી ઈમારતો અને ટાવરોમાં આગ લાગ્યા પછી અગ્નિસુરક્ષામાં ખામીઓને કારણે મોટે પાયે જાનમાલ હાનિ થાય છે. આવું વારંવાર બનતું હોવા છતાં પ્રશાસન બિલકુલ ગંભીર નથી. ખાસ કરીને 2009માં વટહુકમ જારી કરતા છતાં તેની પર કોઈ ઉપાય કરવામાં આવતા નથી. આ અંગે શુક્રવારે હાઈ કોર્ટમાં મામલો આવ્યો હતો તે સમયે પ્રશાસનને જોરદાર ફટકાર લગાવી હતી અને કેટલાક મહત્ત્વપૂર્ણ નિર્દેશ પણ આપ્યા છે.
મુંબઈ સહિત રાજ્યભરમાં રહેવાસી ઈમારતોમાં અગ્નિસુરક્ષા બાબતમાં નિયમોને અંતિમ રૂપ આપવા માટે નિષ્ણાતોની અગ્નિસુરક્ષા સમિતિ ત્રણ અઠવાડિયામાં સ્થાપવાનો નિર્દેશ હાઈ કોર્ટે આપ્યો છે. વર્ષ 2009માં વટહુકમ જારી કરવા છતાં તેની પર નિર્ણય લેવા માટે વર્ષોવર્ષ ઢીલ રાખવામાં આવી રહી છે. આ બાબતે હાઈ કોર્ટે રાજ્ય સરકાર પર તીવ્ર નારાજી વ્યક્ત કરી હતી.
મુંબઈમાં 26/11ના આતંકવાદી હુમલા પછી રાજ્યના નગર વિકાસ વિભાગે અગ્નિસુરક્ષા સંબંધમીં 27 ફેબ્રુઆરી, 2009ના રોજ એક સૂચના જારી કરી હતી. જોકે તે પછી આટલાં વર્ષો વીતી જવા છતાં આ સંબંધમાં રાજ્ય સરકારે અંતિમ સૂચના હજુ પણ જારી કરી નથી. તેમાં વળી મંત્રાલય સહિત દક્ષિણ મુંબઈના તારદેવ- નાનાચોક ખાતે સચિનમ હાઈટ્સ ઈમારતના 19મા માળે લાગેવી ભીષણ આગ, આ પૂર્વે કરી રોડ ખાતે અવિઘ્ન પાર્કમાં ગગનચુંબી ઈમારતમાં લાગેલી આગ સહિત અન્ય આગની ઘટનાઓમાં અનેક નિર્દોષ નાગરિકોનો ભોગ લેવાયો હતો.
આ બાબતને ધ્યાનમાં લાવતી જનહિત અરજી એડવોકેટ આભા સિંહે મુંબઈ હાઈ કોર્ટમાં કરી છે. આ અરજી પર શુક્રવારે મુખ્ય ન્યાયમૂર્તિ દીપાંકર દત્તા અને ન્યાયમૂર્તિ મકરંદ કર્ણિકની ખંડપીઠ સામે સુનાવણી થઈ હતી.ડીસીપીઆરમાં 2009માં તૈયાર કરવામાં આવેલો સુરક્ષા મુસદ્દો સમાવિષ્ટ કરવા સંબંધમાં પ્રક્રિયા ચાલુ હોઈ તે માટે વિશેષ સમિતિ સ્થાપન કરવાનું જરૂરી છે. જોકે નિષ્ણાત સમિતિ સ્થાપન કરવા માટે વધુ ત્રણથી ચાર મહિનાનો સમયગાળો જરૂરી હોવાની માહિતી રાજ્ય સરકાર વતી હાઈ કોર્ટને આપવામાં આવી હતી. તેની પર નારાજી વ્યક્ત કરીને એક પછી એક 400 વટહુકમ ધડાધડ કાઢી શકો છો તો પછી અસંખ્ય લોકોનો જીવ જોખમમાં હોવા છતાં એક સમિતિ કેમ રચી શકતા નથી એમ કહીને કોર્ટે સરકારની કાર્યપદ્ધતિ સામે ફટકાર લગાવી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.