કરૂણાંતિકા:26/11ના આતંકી હુમલાના હીરોનું અકસ્માતમાં મૃત્યુ

મુંબઈ6 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • નવી મુંબઈ જતા તેમને બાઈક અકસ્માત નડ્યો

મુંબઈ પર 26 નવેમ્બર, 2008ના થયેલા આતંકવાદી હુમલા સમયે સાહસપૂર્વક લડનારા ક્વિક રિસ્પોન્સ ટીમના જવાન અરવિંદ જહાગુ વાળવીનું માર્ગ અકસ્માતમાં મૃત્યુ થયું હતું. 44 વર્ષીય કમાન્ડોને નવી મુંબઈ જવા સમયે અકસ્માત નડ્યો હતો.વાળવી કલ્યાણના કોલસેવાડી પોલીસ સ્ટેશનમાં કાર્યરત હતો. તે કલ્યાણના વિજયનગરમાં રહેતો હતો. નવી મુંબઈ ટુવ્હીલર પર જવા સમયે મહાપે પુલ પર શિલફાટા મહાપે લેન પર તેની ટુવ્હીલરને અકસ્માત નડ્યો હતો. આ અકસ્માતની માહિતી મળતાં પોલીસની એક ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને વાળવીને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.

જોકે પણ સારવાર પહેલાં જ તેનું મૃત્યુ થયું હતું. તેના કુટુંબમાં પત્ની અને 20 વર્ષનો પુત્ર છે. દરમિયાન આસિસ્ટંટ પીઆઈ ગણેશ શિંદેએ આ અકસ્માત બાબતે માહિતી આપતાં જણાવ્યું કે વાળવીનો અકસ્માત કેવી રીતે થયો એની માહિતી મળી નથી. કોઈ પણ નજરે જોનાર સાક્ષી નથી. આ પ્રકરણે અજ્ઞાત શખસ વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

મુંબઈમાં પહેલી વખત ક્વિક રિસ્પોન્સ ટીમની સ્થાપના કરવામાં આવી ત્યારે વાળવી પણ એ ટીમમાં હતો. હરિયાણામાં અઢી મહિના તેણે એનએસજી કમાન્ડો સાથે ટ્રેનિંગ લીધી હતી. મુંબઈ પર 2008માં હુમલો થયો એ સમયે તે ઓબેરોય ટ્રાઈડેન્ટમાં તે ફરજ બજાવતો હતો. એનએસજી કમાન્ડો આવે એ પહેલાં ક્વિક રિસ્પોન્સ ટીમે જ શરૂઆતમાં ત્રાસવાદીઓને રોકવાનું કામ કર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...