હવામાન:આગામી અઠવાડિયા સુધી રાજ્યમાં મૂશળધાર વરસાદ પડવાની શક્યતા

મુંબઈ24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મુંબઈમાં ગાજવીજ સાથે વરસાદથી ઠંડક થતા લોકોને રાહત

રાજ્યમાં છેલ્લા થોડા દિવસ અલપઝલપ વરસાદ પડતો હતો. જો કે આગામી આઠ દિવસ એટલે કે 14 સપ્ટેમ્બર સુધી સંપૂર્ણ રાજ્યમાં વીજ અને ગડગડાટ સાથે મૂશળધાર વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. આગામી બે દિવસમાં ગણપતિ વિસર્જન દરમિયાન વરસાદનું જોર વધે એવો અંદાજ હવામાન નિષ્ણાતો દ્વારા વ્યક્ત કરવામાં આવ્યો છે. મુંબઈ સહિત સંપૂર્ણ કોકણ, ગોંદિયા, ગટચિરોલી, ચંદ્રપુર, યવતમાળ, જિલ્લામાં સિંધુદુર્ગ, કોલ્હાપુર, સાંગલી, સોલાપુર, ઉસ્માનાબાદ, લાતુર, નાંદેડ જિલ્લામાં જોરદારથી અતિમૂશળધાર વરસાદની શક્યતા છે.

નાશિક વિભાગમાં પણ મૂશળધાર વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. દરમિયાન મોસમના અંતિમ એટલે કે પાછોતરા વરસાદની શરૂઆત થઈ હોવાનું અનુકૂળ વાતાવરણ અત્યારે સ્થિર થયાનું જણાય છે. તેથી પાછોતરો વરસાદ કદાચ લંબાય એવી શક્યતા નકારી શકાતી નથી એવી માહિતી હવામાન નિષ્ણાત માણિકરાવ ખુળેએ આપી હતી. મુંબઈ શહેર અને ઉપનગરોમાં કેટલાક દિવસથી વરસાદ પડ્યો નહોતો. સખત તડકો હોવાથી મુંબઈગરાઓ હેરાન થયા હતા. જો કે બુધવારે સાંજથી વીજળી અને વાદળોના ગડગડાટ સાથે મૂશળધાર વરસાદ પડ્યો હતો. એના લીધે વાતાવરણમાં ઠંડક થઈ જતા નાગરિકોને ઉકળાટથી રાહત મળી હતી.

કોલાબા, સીએસએમટી, ભાયખલા, મલબાર હિલ ભાગમાં મૂશળધાર વરસાદ પડ્યો હતો. આ ભાગમાં 1 થી 2 ઈંચ વરસાદની નોંધ થઈ હતી. પૂર્વ અને પશ્ચિમ ઉપનગરોમાં ઝરમર વરસાદ પડ્યો હતો. દુર્ઘટના થાય તો આપત્કાલીન વિભાગનો સંપર્ક કરવો : ગણેશોત્સવ મંડળોએ સતર્ક રહેવું. શોર્ટસર્કિટ કે બીજી કોઈ આપત્કાલીન પરિસ્થિતિ ઊભી થાય તો મુંબઈ મહાપાલિકાના આપત્કાલીન વ્યવસ્થાપન વિભાગ સાથે સંપર્ક કરવો એવી હાકલ મુંબઈ બૃહન્મુંબઈ સાર્વજનિક ગણેશોત્સવ સમન્વય સમિતિએ સાર્વજનિક ગણેશોત્સવ મંડળોને કરી છે.

મૂશળધાર વરસાદ અને સુસવાટા મારતા પવનના કારણે મંડપનું નુકસાન થવાની, શોર્ટસર્કિટ થવાની શક્યતા નકારી શકાતી નથી. મંડપમાં પાણી ભરાઈ જવાની શક્યતા છે. આ તમામ બાબત ધ્યાનમાં લેતા મંડળોના પદાધિકારી અને કાર્યકર્તાઓએ તકેદારીની ઉપાયયોજના કરવી. તેમ જ પોતપોતાના વોર્ડની સમન્વય સમિતિના કાર્યકર્તાઓનો સંપર્ક કરવો એવી હાકલ સમિતિના અધ્યક્ષ એડવોકેટ નરેશ દહિબાવકરે કરી છે.

સતર્ક રહેવાની હાકલ
ગણપતિ વિસર્જનના એટલે કે અનંત ચતુર્દશીના દિવસે રાજ્યના તમામ ભાગમાં મૂશળધારથી અતિમૂશળધાર વરસાદ પડશે એવો અંદાજ વ્યક્ત કરવામાં આવ્યો છે. આ બાબતનો ઈશારો હવામાન વિભાગના પ્રમુખ અનુપમ કશ્યપે આપ્યો છે. આ સમયગાળામાં સતર્ક રહેવું એમ હવામાન વિભાગ તરફથી જણાવવામાં આવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...