ટ્રેનની અડફેટે મોત:બોરીવલીમાં ગુજરાતી RPF જવાનનું ટ્રેનની અડફેટે મોત

મુંબઈ17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • એક્સિડેન્ટલ ડેથ રિપોર્ટ નોંધવામાં આવ્યો
  • ​​​​​​​ટ્રેન પર પથ્થર ફેંકવાની માહિતી મળતાં તપાસ કરવા ગયો હતો

પશ્ચિમ રેલવેમાં બોરીવલી સ્ટેશન પર ફરજ બજાવતા 39 વર્ષીય રેલવે પ્રોટેકશન ફોર્સ (આરપીએફ)ના કોન્સ્ટેબલનું ટ્રેનની અડફેટે આવતાં મોત નીપજ્યું હતું. ગવર્નમેન્ટ રેલવે પોલીસ (જીઆરપી)નાં સૂત્રોના જણાવ્યા અનુસાર, આરપીએફ કોન્સ્ટેબલ ભરત કુમાર પ્રજાપતિ પોઈસર નજીક તેના સાથીદાર સાથે પેટ્રોલિંગ કરી રહ્યો હતો તે દરમિયાન ચર્ચગેટથી બોરીવલી તરફ જતી ડાઉન લોકલ ટ્રેને તેને અડફેટે લીધો હતો.

શુક્રવારે રાત્રે બોરીવલી રેલવે સ્ટેશન નજીક પેટ્રોલિંગ દરમિયાન આરપીએફ કોન્સ્ટેબલનું ટ્રેન અકસ્માતમાં મૃત્યુ થયું હતું. આરપીએફ કંટ્રોલ તરફથી એક કોલ આવ્યો હતો કે પોઈસર નજીક ટ્રેન પર કોઈએ પથ્થર ફેંક્યો છે તેની તપાસ કરવા પ્રજાપતિ અન્ય કોન્સ્ટેબલ સાથે ગયો હતો. પ્રજાપતિ લોકોની પૂછપરછ કરી રહ્યો હતો ત્યારે અચાનક પાછળથી ટ્રેને તેને ટક્કર મારી હતી.

પોલીસ દ્વારા એક્સિડેન્ટલ ડેથ રિપોર્ટ (એડીઆર) નોંધવામાં આવ્યો છે અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યો છે. પ્રજાપતિ ગુજરાતના પાલનપુરનો વતની છે.બોરીવલી જીઆરપીના વરિષ્ઠ પીઆઈ અનિલ કદમે જણાવ્યું હતું કે, અમે પરિવાર અને સંબંધીઓને ઘટના વિશે જાણ કરી છે.

અન્ય સમાચારો પણ છે...