ધરપકડ:કરોડોની GST ચોરીના કેસમાં ગોરેગાવના ગુજરાતીની ધરપકડ

મુંબઈ20 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • રાજકોટના GST વિભાગની માહિતી પરથી કાર્યવાહી કરવામાં આવી

બોગસ ઈન્વોઈસીસ જારી કરીને કરોડો રૂપિયાની જીએસટી ચોરી અને ઈનપુટ ટેક્સ ક્રેડિટ (આઈટીસી) છેતરપિંડીથી ઉપલબ્ધ કરવા માટે સીજીએસટી, મુંબઈ વેસ્ટ કમિશનરેટ દ્વારા ગોરેગાવના રહેવાસી મેસર્સ સંઘવી ટ્રેડર્સના પ્રોપ્રાઈટર ચિરાગ બિપિનકુમાર સંઘવીની ધરપકડ કરવામાં આવી છે.

રાજકોટ કમિશનરેટ દ્વારા મેસર્સ એન્જલ બિઝનેસ કન્સલ્ટન્સીના ભાગીદાર જિગર પ્રફુલભાઈ દવેની પૂછપરછ કરવામાં આવી હતી, જેમાં દવેએ કહ્યું કે તે સંઘવીની સૂચના પરથી જ કામ કરતો હતો. બોગસ ઈન્વોઈસીસ જારી કરવા માટે તેના વ્હોટ્સએપ નંબર પર સંઘવી માત્રા, મૂલ્ય, કર, પરિવહનની વિગતો વગેરે મોકલતો હતો.

દવેએ એવું પણ કબૂલ કર્યું કે સંઘવીને માલોના વાસ્તવમાં પુરવઠો કર્યા વિના રૂ. 3.47 કરોડની જીએસટીનો સમાવેશ ધરાવતાં રૂ. 26.32 કરોડ મૂલ્યનાં બોગસ ઈન્વોઈસીસ જારી કરવામાં કર્યા હતા. બોગસ ઈન્વોઈસીસના જીએસટી હિસ્સા પર તેને બે ટકા કમિશન મળતું હતું.

દવેએ એવી પણ કબૂલાત કરી હતી કે મેસર્સ માધવ એન્ટરપ્રાઈઝીસ, જે ડી મકવાણા અને મેસર્સ ગૌરીપુત્ર એન્ટરપ્રાઈઝીસ જેવા અન્ય કરદાતાઓ પાસેથી પણ રૂ. 1.17 કરોડના માલાનો વાસ્તવમાં પુરવઠા વિના બોગસ ઈન્વોઈસીસ જારી કર્યાં હતાં. દરમિયાન મુંબઈ કમિશનરેટ દ્વારા તપાસ કરતાં સંઘવી જેને મુખ્ય વેન્ડર બતાવતો હતો તે મેસર્સ આદિત્ય એન્ટરપ્રાઈઝીસ વાસ્તવમાં અસ્તિત્વમાં જ નથી.

અન્ય સમાચારો પણ છે...