ઉત્સર્જન ઓછું થયું:ગ્રીન એનર્જી 17 હજાર વીજ ગ્રાહકોની પ્રથમ પસંદગી

મુંબઈ16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વર્ષમાં 126 કિલો ટન કાર્બનનું ઉત્સર્જન ઓછું થયું

મુંબઈ ઉપનગરના ટાટા પાવરના 17 હજાર ઘરગથ્થુ વીજ ગ્રાહકોએ પર્યાવરણ સંવર્ધન માટે ગ્રીન એનર્જીને પસંદ કરી છે. સામાન્ય વીજની સરખામણીએ યુનિટ દીઠ આ વીજ 66 પૈસા મોંઘી છે. આ વીજ સૌર અને પવન ઉર્જા પ્રકલ્પમાં તૈયાર કરવામાં આવે છે. એના લીધે એક વર્ષમાં લગભગ 126 કિલો ટન કાર્બનનું ઉત્સર્જન ઓછું થયું છે.

મુંબઈ શહેર અને ઉપનગરોમાં લગભગ 45 લાખ વીજ ગ્રાહક છે જેમની દરરોજની વીજ માગ મહત્મ સાડા ત્રણ હજાર મેગાવોટ જેટલી છે. એમાં ટાટા પાવરના લગભગ સાતથી આઠ લાખ વીજ ગ્રાહકો છે જેઓ દરરોજ લગભગ 800 મેગાવોટ વીજ વાપરે છે.

કુલ વીજ વપરાશના લગભગ 70-80 ટકા વીજ કોલસા પરના થર્મલ વીજ પ્રકલ્પમાંથી લેવામાં આવતી હોવાથી વીજ ઉત્પાદન કરતા મોટા પ્રમાણમાં પ્રદૂષણ થાય છે. આ પ્રદૂષણ ટાળવા સાથે જ કોઈ વીજ ગ્રાહકને જો ગ્રીન એનર્જી એટલે કે સૌર અને પવન ઉર્જા પ્રકલ્પમાં તૈયાર થયેલી વીજ વાપરવી હોય તો મહારાષ્ટ્ર વીજ નિયામક આયોગે ગ્રીન એનર્જીનો વિકલ્પ ઉપલબ્ધ કરી આપ્યો છે.

એના માટે સામાન્ય વીજની સરખામણીએ યુનિટ દીઠ 66 પૈસા વધારે ચુકવવા પડશે એમ સ્પષ્ટ કર્યું હતું. એ અનુસાર ઉપનગરોમાં ટાટા પાવરના 17 હજાર ગ્રાહકોએ ગ્રીન એનર્જી પસંદ કરી હોવાનું ટાટા પાવરે સ્પષ્ટ કર્યું હતું. ગ્રીન એનર્જી સ્વીકારતા ગ્રાહકોની સંખ્યા દિવસે દિવસે વધી રહી છે. ટાટા પાવરે ગ્રીન એનર્જી અંતર્ગત ઉપનગરોના 395 ગ્રાહકોની અગાશી પર રૂફ ટોપ સોલાર પ્રકલ્પ ઊભો કર્યો છે.

અન્ય સમાચારો પણ છે...