ભાસ્કર વિશેષ:મેટ્રો-7નાં 10 સ્ટેશનને હરિત ઈમારત પહેલનું રેંકિંગ

મુંબઈએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આઈજીબીસી દ્વારા વિવિધ શ્રેણીઓમાં પ્લેટિનમ રેટિંગ અપાયું

વેસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે પર સંચાલિત મેટ્રો-7નાં 10 સ્ટેશનોને આઈજીબીસી દ્વારા પ્લેટિનમ રેટિંગ નામે હરિત ઈમારત પહેલનું સર્વોચ્ચ રેન્કિંગ પ્રાપ્ત થયું છે. આમાં જોગેશ્વરી પૂર્વ, આરે, દિંડોશી, કુરાર, આકુર્લી, પોઈસર, માગાઠાણે, દેવીપાડા, રાષ્ટ્રીય ઉદ્યાન, ઓવરીપાડાનો સમાવેશ થાય છે.

ધ ઈન્ડિયા ગ્રીન બિલ્ડિંગ કાઉન્સિલ (આઈજીબીસી)ના ગ્રીન માસ રેપિડ ટ્રાન્સપોર્ટ સિસ્ટમ રેટિંગ પ્રોગ્રામ અનુસાર આ સ્ટેશનોનું મૂલ્યાંકન કરવામાં આવ્યું છે. આરંભમાં એમએમઆરડીએ દ્વારા આ 10 સ્ટેશન માટે સર્ટિફિકેશન માટે અરજી કરી હતી. અન્ય સ્ટેશનનું મૂલ્યાંકન પ્રગતિને પંથે છે. ભવિષ્ય મેટ્રો લાઈન પર આવતાં બધાં સ્ટેશનને સર્વોચ્ચ રેન્કિંગ માટે પાત્ર બનાવવામાં આવશે, એમ એમએમઆરડીએના મેટ્રોપોલિટન કમિશનર એસ. વી. આર. શ્રીનિવાસે જણાવ્યું હતું.

અમે સક્ષમતા અને પર્યાવરણ અનુકૂળ વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છીએ. અમે 2070 સુધી નેટ ઝીરો પહેલને ધ્યાનમાં રાખીને સરકારની હરિત ઈમારત પહેલ અનુસાર સક્ષમ વ્યવહારો અને સમાધાનો હાથ ધરી રહ્યા છીએ. આઈજીબીસી જળ કાર્યક્ષમતા, ઊર્જા કાર્યક્ષમતા, પ્રવાસી આરામ, મેટ્રો સિસ્ટમના મલ્ટીમોડલ ઈન્ટીગ્રેશન જેવાં સક્ષમતાનાં પગલાં માટે ડિઝાઈન દ્વારા અભિમુખતા પર ભાર આપે છે.

પર્યાવરણલક્ષી પગલાં : મેટ્રો સ્ટેશનમાં પર્યાવરણલક્ષી પગલાં પર પણ ભાર આપવામાં આવ્યો છે, જેમાં એમ્બિયન્ટ વાયુની ગુણવત્તાનું વ્યવસ્થાપન, ટ્રીટમેટ સહિત જળપ્રદૂષણનું નિયંત્રણ, જળ સંવર્ધન, જળ ઢોળાવાનું નિવારવું અને નિયંત્રણમાંર રાખવું, પ્લાન્ટ, મશીનરી અને વાહનમાંથી ધ્વનિ ગુણવત્તા વ્યવસ્થાપ અને યોગ્ય સોર્ટિંગ, વિઘટન, સંગ્રહ, પરિવહન, ટ્રીટમેન્ટ અને નિકાલ સહિત ઘન કચરા વ્યવસ્થાપનનો સમાવેશ થાય છે.

સ્ટેશનો પર આ વ્યવસ્થા છે
મેટ્રો દ્વારાસ્ટેશન પર વ્હીલચેરગ્રસ્ત પ્રવાસીઓ માટે સુવિધા, સ્ટેશનોમાં બધી લિફ્ટ પહોળા એક્સેસ દરવાજા, હેન્ડરેલ અને કંટ્રોલ બટન સુવિધાજનક ઊંચાઈએ રાખ્યા છે. ઉપરાંત પહોળા ઓટોમેટિક ફેર કલેકશન ગેટ્સ, ફ્લોર લેવલની સમાનતા જાળવી રાખવા રેમ્પ, એન્ટ્રી અને એક્ઝિટ ગેટ નજીક ટ્રેનની અંદર સમર્પિત જગ્યા અને ઓછી ઊંચાઈવાળા ટિકિટ કાઉન્ટરોનો સમાવેશ થાય છે.

અન્ય સમાચારો પણ છે...