ભાસ્કર વિશેષ:વિશ્વના સૌથી મોટા વિમાનની મુંબઈ એરપોર્ટ પર ગ્રાન્ડ એન્ટ્રી

મુંબઈ7 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સૌથી અત્યાધુનિક એમ્બ્રેર ઈ 192-ઈ2 પ્રોફિટ હંટર વિમાનનું પણ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ આગમન

મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર વિશ્વના સૌથી મોટા વિમાનનું આગમન થયું હતું. પ્રવાસીઓ માટે શરૂ કરવામાં આવેલા આ વિમાનનું નામ એરબસ બેલુગા છે. આ વિમાન સાથે જ પ્રવાસી પરિવહનમાં વિશ્વમાં સૌથી અત્યાધુનિક એમ્બ્રેર ઈ 192-ઈ2 પ્રોફિટ હંટર વિમાન પણ મુંબઈના આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર આવ્યું હતું. આ બંને મોટા વિમાનનુંમુંબઈ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર પહેલી વખત લેન્ડિંગ થયું હતું.

દરમિયાન બેલુગા નામથી ઓળખાતું એરબસ કંપનીનું એ300-600 એસટી વિમાન 51 ટન માલ ઉંચકવાની ક્ષમતા સાથેનું વિશ્વનું સૌથી મોટું વિમાન છે. પાયલટ નીચે અને વિમાનનો મુખ્ય ભાગ એની ઉપર છે. નીચેના ભાગ કરતા ઉપરનો ભાગ બમણા કરતા વધુ મોટો છે. તદ્દન જુદા આકારનું આ વિમાન છે. પ્રવાસીઓની હેરફેર માટે ઉપયોગી એવા એન્તોનોવ કંપનીના એએન124 અને એએન225 વિમાન સૌથી મોટા હતા. આ બંનેની માલસામાન લઈ જવાની ક્ષમતા 171 અને 250 ટન છે. એની સરખામણીએ બીજા કોઈ વિમાન અસ્તિત્વમાં નહોતા.

એએન225 વિમાનમાં દિલ્હી મેટ્રોના ડબ્બા લાવવામાં આવ્યા હતા. એરબસ બેલુગા વિમાનના અધિકૃત રીતે એરબસ એ300-608એસટી (સુપર ટ્રાન્સપોર્ટ) કહેવાય છે. એને બેલુગા નામ આપવામાં આવ્યું છે કારણ કે એની રચના બેલુગા વ્હેલ માછલી જેવી છે. આ બેલુગા એરબસ સુપર ટ્રાન્સપોર્ટ વિમાન વિશ્વનું સૌથી મોટું વિમાન છે.

બેલુગા એરબસનું પ્રથમ ઉડ્ડયન 13 સપ્ટેમ્બર 1994ના થયું હતું. એરબસે 1992 થી 1999 સુધી આવા ફક્ત 5 વિમાન બનાવ્યા છે. આટલું મોટું વિમાન ફક્ત બે પાયલટ ઉડાવે છે. આ વિમાનમાં 40 હજાર 700 કિલો વજન લઈ જવાની ક્ષમતા છે. આ વિમાન 184.3 ફૂટ લાંબુ અને 56.7 ફૂટ ઉંચુ છે. જ્યારે એ સંપૂર્ણપણે ખાલી હોય છે ત્યારે એનું વજન 86 હજાર 500 કિલો હોય છે.

અન્ય સમાચારો પણ છે...