દહીહંડીનો ઉત્સવ:ગોવિંદા ટીમ મટકી ફોડવા માટે નવા ચપળ બાલગોપાલની શોધમાં

મુંબઈ15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કોરોના મહામારીના સમયમાં જૂના ખેલાડીઓ સુસ્ત અને મેદસ્વી બન્યા

કોરોના મહામારીના બે વર્ષ પછી આ વર્ષે દહીહંડીનો ઉત્સવ કોઈ પણ પ્રતિબંધ વિના ધામધૂમથી ઉજવાશે. જો કે આ ઉત્સવને માંડ ગણતરીના દિવસ બાકી છે ત્યારે મુંબઈમાં અનેક ગોવિંદા ટીમ હજી પણ પ્રેકટિસ માટે મેદાનમાં ઉતરી નથી. ઘણા જૂના ખેલાડીઓ કોરોનાના સમયગાળામાં સુસ્ત અને મેદસ્વી બન્યા છે. તેથી દહીહંડીના ઉપરના થર પર કોણ ચઢશે? એવો પ્રશ્ન ઊભો થયો છે. તેથી તમામ ટીમ અત્યારે ચપળ બાલગોપાલની શોધમાં છે.

કોરોના મહામારીના સમયમાં બીજા તહેવાર પ્રમાણે દહીહંડી પર પ્રતિબંધ લાગુ હતા. આ વર્ષે બધા પ્રતિબંધમાંથી છૂટકારો થયો છે. તેથી પહેલાં પ્રમાણે દહીહંડીના ઉંચા થર રચવામાં આવશે. રાજ્ય સરકારે તાજેતરમાં આ સંદર્ભે નિર્ણય જાહેર કર્યો છે. તેથી ગોવિંદા ટીમમાં ખુશી ફેલાઈ છે. જો કે પ્રેકટિસના મેદાનમાં દહીહંડીમાં પહેલાં પ્રમાણેનો જોશ રહ્યો ન હોવાનું અનુભવ ગોવિંદા ટીમના પ્રશિક્ષકોને થઈ રહ્યો છે. જે જૂના ખેલાડીઓ તૈયાર છે તેમના માટે કોરોનાના સમયગાળામાં વધેલા વજનના કારણે ઉપરના થરમાં ચઢવું મુશ્કેલ બન્યું છે.

કેટલાય સુસ્ત ખેલાડીઓ ગેરહાજર રહે છે. તેથી ચપળ અને ઉત્સાહી બાલગોપાલને લાવવા ક્યાંથી અને ઉપરના થર પર કોને ચઢાવવા એવો પ્રશ્ન નિર્માણ થયો છે. કોરોના પહેલાં મુંબઈ અને થાણેમાં દહીહંડીના ઉંચા થર માટે મુખ્ય ગોવિંદા મંડળોમાં સ્પર્ધા થતી. એના માટે ગુરુપુર્ણિમા પછી થરની નિયમિત પ્રેકટિસ ચાલુ થતી.

ગોવિંદાઓ દરરોજ બેથી ત્રણ કલાક પ્રેકટિસ કરતા. ગોવિંદાઓ પોતે જ મેદાનમાં હાજર થઈ જતા. રાતના 8 વાગ્યાથી 12 વાગ્યા સુધી પ્રેકટિસ ચાલુ રહેતી. હવે દસ- સાડા દસ વાગ્યા સુધી પ્રેકટિસ ચાલુ થતી નથી. ગોવિંદાઓને ફોન કરવા પડે છે એવી પરિસ્થિતિ છે.

અન્ય સમાચારો પણ છે...