સુવિધા:પોલીસોને ઘર બાંધવા માટે સરકારની એડવાન્સ લોન!

મુંબઈ16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ખાનગી બેંકો પાસેથી લોનના કારણે વ્યાજનો બોજો વધુ હતો

રાજ્યના પોલીસ અધિકારી અને કર્મચારીઓ પોતાનું ઘર બાંધી શકે એ માટે સરકાર તરફથી એડવાન્સમાં રૂપિયા આપવામાં આવશે. વ્યાજનો વધતો બોજો ધ્યાનમાં રાખતા આ પહેલાંની ખાનગી બેંક પાસેથી લોન લઈને એડવાન્સ આપવાની યોજના રાજ્ય સરકારે રદ કરી છે.

રાજ્ય પોલીસ દળમાં 2 લાખ 20 હજારથી વધારે અધિકારીઓ અને કર્મચારીઓ છે. એમાં 7 હજાર 764 આસિસ્ટંટ પીએસઆઈ, 3 હજાર પીએસઆઈ, હવાલદાર, પોલીસ નાયક અને સિપાઈની સંખ્યા 1 લાખ 91 હજાર છે. સેવાના સમયે પોલીસને સરકારી નિવાસસ્થાન મળે છે પણ રિટાયર થતા જ એ ઘર છોડવું પડે છે. તેઓ પોતે પોતાની માલિકીનું ઘર બાંધી શકે એ માટે મહારાષ્ટ્ર રાજ્ય પોલીસ ગૃહનિર્માણ અને કલ્યાણ મહામંડળ મારફત ખાનગી બેંકો પાસેથી લોન લઈને પોલીસને ઘર બાંધવા માટે એડવાન્સ આપવાની યોજના 2017માં શરૂ કરવામાં આવી હતી.

યોજના અંતર્ગત મોટી સંખ્યામાં પોલીસ અધિકારી અને હવાલદારે ખાનગી બેંક પાસેથી લોન લીધી. વ્યાજના ફરકની રકમ ભરવાની જવાબદારી રાજ્ય સરકારે લીધી. પણ છેલ્લા પાંચ વર્ષમાં એનો મોટો આર્થિક બોજો રાજ્ય સરકાર પર પડી રહ્યો છે. આ બાબતે 28 એપ્રિલના થયેલી રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી અને યોજના રદ કરીને સરકારી કર્મચારીઓ પ્રમાણે પોલીસને પણ ઘર બાંધવા એડવાન્ય યોજના લાગુ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. ગૃહ વિભાગે આ બાબતે જીઆર જારી કર્યો છે.

અન્ય સમાચારો પણ છે...