નોટિસ:કોવિડમાં મૃતકના સગાને બબ્બે વાર 50 હજારની સરકારી મદદ

મુંબઈએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ભૂલ ધ્યાનમાં આવતાં રકમ વસૂલી માટે નોટિસ પાઠવાઈ

કોવિડ-19ના ચેપને લીધે મૃત્યુ પામેલા કુટુંબીના સંબંધીઓને મહારાષ્ટ્ર સરકારે રૂ. 50,000ની સહાય આપવાનો નિર્ણય લીધો હતો. જોકે અમુક ટેક્નિકલ કારણોને લઈ પ્રસ્તાવ મોકલતી વખતે એકથી વધુ વખત સહાય મોકલવામાં આવી છે. રાજ્યમાં આવા 2053 કેસ નોંધાયા છે. આ 2053 કુટુંબો પાસેથી રૂ. 11 કરોડની કમ વસૂલ કરવા હવે નોટિસો ફટકારવામાં આવી છે.

જો આ રકમ સરકારને પાછી નહીં કરવામાં આવે તો ગુનો દાખલ કરવામાં આવશે.એકલા ઉસ્માનાબાદ જિલ્લામાં 18 જણના સંબંધીઓને 50 હજારની સહાય બે વાર મળી છે. ઉસ્માનાબાદના જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન કક્ષ જિલ્લાધિકારી કાર્યાલયે સંબંધીઓના બેન્ક ખાતાંમાં એકથી વધુ વાર મદદની રકમ પ્રાપ્ત થઈ છે તેમને તુરંત કાર્યાલયનો સંપર્ક કરીને રકમ સરકારના ખાતે જમા કરવા નોટિસો ફટકારી છે.રાજ્યમાં આવા કુલ 2053 કેસમાં બેન્ક ખાતાંમાં લગભગ રૂ. 10.26 કરોડ વધારાની રકમ જમા થઈ છે. હવે આ રકમ વસૂલ કરવા માટે રાજ્યના ઉપ સચિવ સંજય ધારુરકરે રાજ્યના બધા જિલ્લાધિકારીઓને આદેશ આપ્યો છે.

મામલો કઈ રીતે બહાર આવ્યો : કોરોનાની બીમારીને લીધે મૃત્યુ થયેલી વ્યક્તિઓના સંબંધીઓને સરકાર પાસેથી અનુદાન તરીકે રૂ. 50,000 આપવાનો નિર્ણય લીધો હતો. આ યોજના રાજ્યભરમાં 26 નવેમ્બર, 2021થી લાગુ કરવામાં આવી છે. આ યોજના માટે કમ્પ્યુટર પ્રણાલી વિકસિત કરવામાં આવી છે. જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન પ્રાધિકરણ પાસેથી આવેલી અરજીની તપાસ કરવામાં આવી. આ પછી અજી મંજૂર કરવામાં આવ્યા બાદ અરજદારોના બેન્ક ખાતામાં આ અનુદાન સીધી બેન્કમાં જમા કરવામાં આવી હતી.

ગુના દાખલ થવા પર કેટલી સજા
દરમિયાન અરજદારે ખોટો દાવો કરીને અનુદાન સહાયની રકમ મેળવી ચે તેવી વ્યક્તિઓ વિરુદ્ધ સુપ્રીમ કોર્ટના આદેશ અનુસાર કાર્યવાહી કરવામાં આવે એમ ઉપ સચિવે જણાવ્યું છે. ખોટી અથવા બનાવટી માહિતી આપીને સરકારનું ભંડોળ લૂંટ્યું છે એવું સિદ્ધ થાય તો ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ 2005, કલમ 52 અનુસાર બે વર્ષ સખત કેદની સજા થઈ શકે છે. રકમ વસૂલીની કાર્યવાહી માટે 24 માર્ચ, 2022ની સુપ્રીમ કોર્ટની રિટ અરજી નં. 539 /2021નો સંદર્ભ આપવામાં આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...