શરૂઆત:સોનાની માગ 2022ના બીજા ત્રિમાસિક ગાળામાં નરમઃ WGC

મુંબઈ16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ચાલુ વર્ષે ફુગાવાના દબાણની શરૂઆત છતાં સોનાની કિંમત પણ ઘટી

વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલના અત્યાધુનિક ગોલ્ડ માગના અહેવાલમાં જણાવ્યા અનુસાર, બીજા ત્રિમાસિક ગાળામાં સોનાની માગ (ઓટીસી સિવાયની) વાર્ષિક ધોરણે 8 ટકા ઘટીને 984 ટને પહોંચી છે. જોકે પ્રથમ ત્રિમાસિક ગાળામાં મજબૂત ઇટીએફ ઇન્ફ્લોને લીધે 2021ના પ્રથમ અર્ધવાર્ષિક સમયગાળાના 2189 ટનની તુલનામાં 2022ના પ્રથમ અર્ધવાર્ષિક સમયગાળા દરમિયાન 12 ટકા વધી છે.

એપ્રિલમાં ભૌગોલિક રાજકીય જોખમ અને ફુગાવાના દબાણના નિર્માણની એક શરૂઆત છતાં 2022ના બીજા ત્રિમાસિક ગાળામાં સોનાની કિંમત ઘટી છે, કેમ કે રોકાણકારોએ તેમનું ધ્યાન વધતા જતા વ્યાજદર પર અને ડોલરની મજબૂતી પર કેન્દ્રિત કર્યું છે.

ત્રિમાસિક સમયગાળા દરમિયાન સોનાની કિંમતમાં 6 ટકાના ઘટાડાની અસર સોનાના ઇટીએફ પર પડી હતી, જેમાં બીજા ત્રિમાસિક ગાળામાં 39 ટનનો આઉટફ્લો જોવા મળ્યો હતો. પ્રથમ અર્ધવાર્ષિક સમયગાળા દરમિયાન ચોખ્ખો ઇન્ફ્લો 234 ટન નોંધાયો છે, જે 2021ના પ્રથમ અર્ધવાર્ષિકગાળામાં 127 ટનનો આઉટફ્લો હતો. જોકે બીજા ત્રિમાસિક ગાળાનો ઘટાડોએ બીજા અર્ધવાર્ષિક ગાળાના નબળા ઇટીએફને લીધે છે, પણ તે સતત વ્યાજ દરમાં વધારાને લીધે ફૂગાવામાં નરમાઈની અસરને લીધે થયું લાગે છે. લગડી- સિક્કાની માગ 245 ટન : બીજા ત્રિમાસિક ગાળામાં સોનાની લગડી અને સિક્કાની માગ હજી પણ વાર્ષિક ધોરણે 245 ટન પહોંચી છે.

વધતા વ્યાજદરની પણ અસર
લૂઇસ સ્ટ્રીટ, વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલ ખાતેના સિનિયર એનાલિસ્ટ ઇએમઇએ જણાવે છે, “2022ના પ્રથમ અર્ધવાર્ષિક સમયગાળામાં વૈશ્વિક સોનાની બજારને મેક્રોઇકોનોમિક્સ બાબતો જેવી કે, ખૂબ જ ફૂગાવો અને જીઓપોલિટિકલ અનિશ્ચિતતાએ મદદ કરી છે, પણ વધતા જતા વ્યાજદર અને યુ.એસ. ડોલરમાં અભૂતપૂર્વ ઉછાળાને લીધે તેને મુશ્કેલીઓનો સામનો પણ કર્યો છે. પ્રથમ ત્રિમાસિકગાળામાં આપણે એક ઉંચાઈથી ભાવમાં અસાધારણ રીતે ઘટાડો જોયો છે, ત્યારે સોનુઁ આ વર્ષની શ્રેષ્ઠ પફોર્મિંગ એસેટ્સમાંની એક બની રહી છે.

અન્ય સમાચારો પણ છે...