મોબાઈલે જીવ લીધો:વસઈની હાઉસિંગ સોસાયટીમાં બાળકી 7 મા માળથી પડી, ડૉક્ટરોએ તેને મૃત જાહેર કરી

મુંબઈ8 દિવસ પહેલા
  • કૉપી લિંક

પાલઘર જિલ્લામાં એક રહેણાક મકાનના સાતમા માળથી પડી જવાથી ત્રણ વર્ષની બાળકીનું મોત થયું હતું. માણિકપુર પોલીસ સ્ટેશનના એક અધિકારીએ જણાવ્યું કે આ ઘટના શુક્રવારે લગભગ સવારે 7 વાગ્યે વસઈ શહેરની એક હાઉસિંગ સોસાયટીમાં બની હતી.

પોલીસના જણાવ્યા અનુસાર બાળકી શ્રેયા મહાજન ઘટના સમયે સાતમા માળના એપાર્ટમેન્ટમાં સૂતી હતી. બાળકીની માતા તેના મોટા ભાઈને સ્કૂલ બસ માટે ઈમારતના ગેટ પર મૂકવા ગઈ હતી. અધિકારીએ જણાવ્યું કે ઊંઘમાંથી જાગીને બાળકીએ તેની માતાને શોધવાનું શરૂ કર્યું.

માતા નહીં મળતાં તે ત્યાં રહેલો મોબાઈલ ફોન લઈને બાલ્કનીમાં ગઈ, એ સમયે બાળકીના હાથમાંથી મોબાઈલ ફોન સરકી ગયો અને નીચે પડી ગયો ત્યાર બાદ તે બાલ્કનીમાંથી ઝૂકીને અચાનક નીચે પડી ગઈ. છોકરી નીચે પડી ગયા પછી લોહીના ખાબોચિયામાં પડેલી જોવા મળી હતી અને તેને નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી, જ્યાં ડૉક્ટરોએ તેને મૃત જાહેર કરી હતી, એમ અધિકારીએ જણાવ્યું હતું. તેમણે કહ્યું કે આ અંગે અકસ્માત મોતનો કેસ નોંધવામાં આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...