વ્યવસ્થા:ઘાટકોપર-વર્સોવા મેટ્રો-1ના સેવાના સમયમાં વધારો કરાયો

મુંબઈ3 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રાતના છેલ્લી ટ્રેન ઘાટકોપરથી 11.44 અને વર્સોવાથી 11.19 કલાકે

વર્સોવા-અંધેરી-ઘાટકોપર મેટ્રો-1 રૂટ પર દોડતી મેટ્રો હવે મોડે સુધી ચલાવવામાં આવશે. શનિવાર 6 ઓગસ્ટથી આ સેવાની શરૂઆત થઈ હતી. ઘાટકોપરથી છેલ્લી ટ્રેન 11.44 કલાકે અને વર્સોવાથી રાતના છેલ્લી ટ્રેન 11.19 કલાકે છૂટશે એવી માહિતી મુંબઈ મેટ્રો વન પ્રાઈવેટ લિમિટેડ તરફથી આપવામાં આવી હતી. કોરોના મહામારીના કારણે મેટ્રો સેવાનો સમયગાળો અને ફેરીઓ ઓછી કરવામાં આવી હતી. સંક્રમણ ઓછું થયા પછી એમએમઓપીએલે તબક્કાવાર સમય અને ફેરી વધારી.

આ મહામારી માટે લાગુ કરવામાં આવેલા તમામ પ્રતિબંધ હળવા કરવામાં આવ્યા પછી આ પ્રવાસી સેવા પૂર્વવત થઈ છે. હવે સવારના 6.30 થી રાત્રે 12.07 કલાક સુધી ચાલુ રહેશેએમએમઓપીએલ તરફથી આપવામાં આવેલી માહિતી અનુસાર શુક્રવાર સુધી ઘાટકોપરથી રાતના 11.25 વાગ્યે છેલ્લી ટ્રેન છૂટતી હતી જે શનિવારથી 11.44 વાગ્યે છૂટવાનું શરૂ થયું. તેમ જ વર્સોવાથી રાતના 11 વાગ્યે છૂટતી છેલ્લી ટ્રેન હવે દરરોજ 11.19 વાગ્યે છૂટશે. ઘાટકોપરથી રાતના 11.44 કલાકે છૂટતી ટ્રેન વર્સોવા સ્ટેશન 12.07 વાગ્યે પહોંચશે. સવારના સમયમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. ટાઈમટેબલ અનુસાર વર્સોવા અને ઘાટકોપરથી સવારના 6.30 કલાકે પહેલી ટ્રેન છૂટશે.

અન્ય સમાચારો પણ છે...