ગોદરેજ મેમોરિયલ હોસ્પિટલ દ્વારા જેનોમિક્સમાં પ્રવેશ કરાયો છે, જે સાથે આઈઆઈટી બોમ્બેની સ્ટાર્ટઅપ હેસ્ટેક એનાલિટિક્સ સાથે સહયોગમાં સૌપ્રથમ વ્યાપક જેનોમ સિક્વન્સિંગ ટેસ્ટ રજૂ કરાયું છે, જેમાં જેનેટિસિસ્ટ અને મેડિકલ કન્સલ્ટેશનનો પણ સમાવેશ રહેશે. ખાસ કરીને વિશ્વ સ્વાસ્થ્ય દિવસ પૂર્વે રજૂ કરવામાં આવેલું આ પરીક્ષણ 150થી વધુ સ્થિતિઓ અને કેન્સર, ડાયાબીટીસ, અલ્ઝાઈમર્સ અને માનસિક સ્વાસ્થ્ય સહિતનાં આનુવંશિક લક્ષણો જાણી શકાશે.
પેથોલોજિકલ અને જેનોમિક પરીક્ષણો થકી વ્યક્તિના ભાવિ અને મોજૂદ સ્વાસ્થ્યનાં જોખમોનું વિશ્લેષણ કરીને ઉચ્ચ જોખમની તબીબી સ્થિતિઓનો 360 ડિગ્રી નજરિયો પૂરો પાડતું આ પ્રતિબંધાત્મક સ્વાસ્થ્ય સંભાળ જેનોમ પરીક્ષણ છે. આ હેલ્થ જેનોમીટર સ્માર્ટ પ્લાન 7000 જીન્સનું વિશ્લેષણ કરવામાં મદદ કરે છે, જેને લઈ અંતર્ગત રોગ લાગુ થવા પૂર્વે તેન જાણી શકાશે. આ પરીક્ષણ સ્વાસ્થ્યનાં જોખમોને પાર કરીને 48 નિદાનકીય તબીબી સ્થિતિઓ, જેમ કે, કેન્સર, ડાયાબીટીસ તેમ જ અન્ય હૃદય સંબંધી રોગો આવરી લેવાશે.
ઉપરાંત 50 ડાયેટ અને શારીરિક સ્વાસ્થ્ય સંબંધી લાક્ષણિકઓ પણ પૂરી પાડશે.આ લોન્ચ સમયે આઈસીએમઆરના ડો. દીપક મોદી, હોસ્પિટલના સીઈઓ ડો. એલ સી વર્મા, સિનિયર ફિઝિશિયન ડો. એસ વી કુલકર્ણી, મેડિકલ ઓન્કોલોજિસ્ટ ડો. બોમન ધાભર, અભિનેત્રી અને કેન્સર સર્વાઈવર છાવી મિત્તલ, ગોદરેજ એન્ડ બોયસનાં ઈડી નાયરિકા હોલકર હાજર હતાં.
બિન- ચેપી રોગો વિશે
લગભગ બેતૃતીયાંશ ભારતીયો મુખ્યત્વે 25-60 વયજૂથના હોય તેઓ હૃદય રોગો (સીડીવી), સ્થૂળતા, ડાયાબીટીસ વગેરે જેવા બિન- ચેપી રોગોથી પીડાય છે, જે મોટે ભાગે તેમનાં જીવનનાં સૌથી ફળદ્રુપ વર્ષોને અસર કરે છે. જેનોમ સિક્વન્સિંગથી કેન્સર, વંશગત ઉપાપચય વિકારો અને પોષકોની ઊણપના રોગો સામે જોખમનું પ્રમાણ ભાંખવામાં મદદ થઈ શકે છે અને પ્રતિબંધાત્મક આરોગ્ય સંભાળ માટે આ મોટી સિદ્ધિ છે, એમ ડોક્ટરોનું કહેવું છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.