ક્રાઇમ:મદદને બહાને બે જિલ્લામાં મહિલા સાથે સામૂહિક દુષ્કર્મ

મુંબઈ2 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • ભંડારા અત્યાચારની તપાસ માટે એસઆઈટી

દિલ્હીના નિર્ભયા દુષ્કર્મકાંડથી પણ ભયંકર ઘટના મહારાષ્ટ્રના ભંડારા જિલ્લામાં બની છે. મદદને બહાને એક જ મહિલા સાથે બે જિલ્લામાં સામૂહિક દુષ્કર્મ કરવામાં આવતાં રાજ્ય સૂન્ન થઈ ગયું છે. કન્હાળમોહ વિસ્તારમાં 45 વર્ષીય મહિલા સાથે અમાનુષ રીતે અત્યાચાર કરવામાં આવ્યો છે. મહિલાની તબિયત અત્યંત નાજુક હોઈ નાગપુરની મેડિકલ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. આ સંબંધે પોલીસે બે જણની ધરપકડ કરી છે.પીડિતા ગોંદિયા જિલ્લાના ગોરેગાવ તાલુકાની રહેવાસી છે.

30 જુલાઈના ઘરેલુ વિવાદમાંથી તે બહાર નીકળી ગઈ હતી. તે પિયર જવા નીકળી ત્યારે રસ્તામાં તેને શ્રીરામ ઉરકુડે (45 વર્ષીય ગોરેગાવનો રહેવાસી) મળ્યો હતો. તે મહિલાને ફોસલાવીને ગોંદિયા જિલ્લાના મુંડીપાર ખાતે લઈ ગયો હતો અને અત્યાચાર કર્યો હતો. આ પછી પણ 31 જુલાઈએ પળસગાવ ખાતે અત્યાચાર કરીને તેને જંગલમાં છોડી દીધી હતી. તે ભટકતી હતી ત્યારે 1 ઓગસ્ટના રોજ ભંડારા શહેર નજીક કાન્હાલમોહ ખાતે ધર્મા ઢાબા પાસે આવી હતી. તે સમયે એક વ્યક્તિ તેની પાસે આવી. ઘરે છોડી દઈશ એમ કહ્યું. મહિલાએ ઈનકાર કરતાં અન્ય એક વ્યક્તિએ આવીને તેની જોડે જવા કહ્યું હતું.

આ પછી બંને બાઈક પર તેને એક ખેતરમાં લઈ ગયા હતા અને સામૂહિક દુષ્કર્મ કર્યું હતું. આ પછી તેને ત્યાં જ છોડીને તેઓનાસી ગયા હતા. 2 ઓગસ્ટે સવારે મહિલા નિર્વસ્ત્ર અવસ્થામાં ખેતરમાં મળી આવી હતી. અત્યાચાર પછી બેભાન થઈને પીડિતા રાતભર ત્યાં જ પડી રહી હતી. ગામના એક યુવાને જોતાં અન્ય ગ્રામવાસીઓને બોલાવ્યા હતા. મહિલાના પેટથી પગ સુધી લોહીના ડાઘ હતા. રક્તસ્રાવને લીધે તેની તબિયત નાજુક હતી. તેના ગુપ્તાંગમાં ધારદાર ઓજાર ઘુસાડવામાં આવ્યું હતું, જેને લીધે ગર્ભાશય સુધી ઈજા થઈ હતી, એમ હોસ્પિટલમાં તપાસમાં જણાયું હતું.

અન્ય સમાચારો પણ છે...