વિવાદાસ્પદ વિધાન:નવા યુગના આદર્શ ગણાવનારા રાજ્યપાલને ગડકરીનો જવાબ

મુંબઈ8 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • તમારી ભૂલ થઈ છે એવું તેમને નીતિન ગડકરીએ કહેવાનો પ્રયાસ કર્યો

રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીએ છત્રપતિ શિવરાય વિશે એક વિવાદાસ્પદ વિધાન કર્યું. છેલ્લા બે દિવસથી તેમના વિધાન પર આક્રોશયુક્ત પ્રતિક્રિયા આવી રહી છે. મહારાષ્ટ્રનાં વિવિધ શહેરોમાં તેમની વિરુદ્ધ આંદોલનો થઈ રહ્યાં છે. ઉપ મુખ્ય મંત્રી દેવેન્દ્ર ફડણવીસે રાજ્યપાલની બાજુ લીધી છે.

જોકે નવા યુગના આદર્શ નીતિન ગડકરી છે એવી તુલના રાજ્યપાલે કર્યા પછી ખુદ ગડકરીએ સૂચક પ્રતિક્રિયા આપી છે. એક વિડિયો થકી તેમણે શિવરાયનું તેમના જીવનમાં સ્થાન, શિવરાયની મહાનતા અને તેમનાજીવન પર શિવરાયનો પ્રભાવ અધોરેખિત કરવા સાથે રાજ્યપાલને એક રીતે તમારી ભૂલ થઈ છે એવું કહેવાનો ગડકરીએ પ્રયાસ કર્યો છે.

છત્રપતિ શિવાજી મહારાજ એટલે મહારાષ્ટ્રવાસીઓની અસ્મિતા છે. સર્વધર્મ સમભાવ, સમતા, સંવેદનશીલતા, માનવતાનો તેમણે આદર્શ બેસાડ્યો હતો. શિવાજીરાજાએ સ્ત્રીઓનો, સર્વ જાતિ- ધર્મોનો આદર કર્યો, આદર કરવા શીખવ્યું, જાતિભેદને તેમણે જગ્યા આપી નહીં.

તેમણે કાયમ માનવતાને મહત્ત્વ આપ્યું. શિવરાયની મહાનતા તેમની વીરતામાં છે, પરંતુ તેમના સમતાવાદમાં પણ છે, એમ ગડકરીએ વિડિયો થકી કહેવાનો પ્રયાસ કર્યો છે.ગડકરીએ તેમના કાર્યાલયી ટ્વિટર હેન્ડલ પરથી 30 સેકંડનો વિડિયો પોસ્ટ કર્યો છે. તેમાં તેઓ કહે છે, છત્રપતિ શિવાજી મહારાજ અમારા દૈવત છે. અમારાં માતા- પિતા કરતાં પણ મહારાજ પર અમારી વધુ નિષ્ઠા છે, કારણ કે તેમનું જીવન અમારો આદર્શ છે. સમય આવ્યે પોતાના દીકરાને પણ કઠોર સજા આપનારા તેઓ રાજા હતા.

રાજ્યમાં આક્રોશની લાગણી: શિવરાય વિરુદ્ધ કરેલા વક્તવ્યથી મહારાષ્ટ્રમાં આક્રોશ ફાટી નીકળ્યો હતો. સોમવારે રાજ્યનાં અનેક શહેરોમાં રાજ્યપાલ કોશ્યારી અને ભાજપના પ્રવક્તા સુધાંશુ ત્રિવેદી વિરુદ્ધ આંદોલન કરાયાં હતાં. રાજ્યપાલને મહારાષ્ટ્રમાંથી તુરંત હટાવવાની માગણી કોંગ્રેસ, રાષ્ટ્રવાદી, શિવસેના, શિંદે જૂથના નેતાઓએ કરી છે. સંભાજીરાજે અને ઉદયનરાજેએ પણ રાજ્યપાલની ટીકા કરી છે અને તેમને મહારાષ્ટ્રની બહાર મોકલવા માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદી પાસે માગણી કરી છે.

રાજ્યપાલે શું કહ્યું હતું
અમારા શાળા જીવનમાં તમારો મનગમતો હીરો કોણ છે એવું ગુરુજન પૂછતા, આજુબાજુના લોકો પૂછતા. આ પછી કોઈ સુભાષબાબુ, કોઈ નેહરુ કહેતા, પરંતુ હવે તમારા આદર્શ કોણ છે એવું પૂછવામાં આવે તો ક્યાંય જવાની જરૂર નથી. અહીં મહારાષ્ટ્રમાં જ તમને પ્રેરણાદાયી આઈડોલ મળશે. છત્રપતિ શિવાજી મહારાજ જૂના યુગના આદર્શ હતા, ડો. આંબેડકરથી ગડકરી સુધી આજના યુગના આદર્શ છે, એવું વિવાદાસ્પદ વક્તવ્ય રાજ્યપાલે કર્યું હતું. ડો. બાબાસાહેબ આંબેડકર મરાઠવાડા યુનિવર્સિટીના દીક્ષાંત સમારંભમાં ઔરંગાબાદમાં તેમણે આ વક્તવ્ય કર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...