વંદે ભારત ટ્રેન:15 ઓગસ્ટથી મુંબઈ-પુણે પ્રવાસ ફક્ત અઢી કલાકમાં જ કરી શકાશે

મુંબઈએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મહારાષ્ટ્રને બે વંદે ભારત ટ્રેન મળશે

મહારાષ્ટ્રને પહેલી વંદે ભારત ટ્રેન મળશે. તેનો ફાયદો મુંબઈ અને પુણેકરોને થશે. મુંબઈ- પુણે પ્રવાસ હવે ફક્ત અઢી કલાકમાં કરી શકાશે. 15 ઓગસ્ટ સુધી 2 ટ્રેન મહારાષ્ટ્રને મળી શકે છે. હાલમાં પ્રવાસ માટે ઉપલબ્ધ ટ્રેનમાંથી પ્રવાસ કરવામાં આવે તો મુંબઈ- પુણે ત્રણથી સાડાત્રણ કલાક લાગે છે. જોકે વંદે ભારત ટ્રેન શરૂ થયા પછી આ પ્રવાસ અઢી કલાકનો થઈ જશે, જેથી પ્રવાસીઓને એક કલાક બચી જશે.ભારતીય રેલવેએ ટેન્ડર જારી કરીને ટૂંક સમયમાં જ 200 વંદે ભારત સ્લીપર ટ્રેન ચલાવવાની તૈયારી કરી રહી હોવાનું જણાવ્યું હતું.

આ ટેન્ડરમાં ટ્રેનની ડિઝાઈન, મેન્યુફેક્ચરિંગ અને મેઈનટેનન્સનું નિયોજન પણ કહેવામાં આવ્યું છે. રેલવેએ ટેન્ડર કાઢ્યાં હોઈ ટૂંક સમયમાં જ ટ્રેનનું અપગ્રેડેશન કરવામાં આવશે. હાલમાં આ ટ્રેનના અપગ્રેડેશનનું કામ મહારાષ્ટ્રના લાતુર ખાતે મરાઠવાડા રેલ કોચ ફેક્ટરીમાં કરવામાં આવી રહ્યું છે.

વંદે ભારત લાંબા પ્રવાસની યોજના
આ ટ્રેન હવે મધ્યમ અને લાંબા પ્રવાસ માટે ચલાવવાનું રેલવેનું નિયોજન છે. ટ્રેનમાં અપ સ્લીપર કોચ પણ રહેશે, જેથી લોકોને લાંબો પ્રવાસ કરતી વખતે કોઈ અડચણ નહીં આવે. રેલવેએ આ સંબંધમાં એક ટેન્ડર જારી કર્યું છે, જેની અંતિમ તારીખ 26 જુલાઈ, 2022 છે. વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન કલાકના 160 કિમી ગતિથી દોડશે. આ ટ્રેનમાં ફર્સ્ટ, સેકંડ એસી અને થર્ડ એસી સુવિધા ઉપલબ્ધ રહેશે. આ ટ્રેનમાં કુલ 16 ડબ્બા ગોઠવવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...