ભાસ્કર વિશેષ:ઓપરેશન દ્વારા નાકનો આકાર સીધો કરવા માટે સામાન્ય નાગરિકોને ફ્રિ તક

મુંબઈ25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • GT હોસ્પિટલમાં પ્લાસ્ટિક સર્જરી પર બે દિવસનો વર્કશોપ

વ્યક્તિના ચહેરાના સૌંદર્યમાં એના નાકનું સ્થાન મહત્વનું હોય છે. નાક ચપટા, બેઠા, વાંકુ હોય તો સુંદરતામાં ફરક પડે છે. તેથી અનેક જણમાં નિરાશા ઊભી થાય છે. ફિલ્મજગતની અનેક અભિનેત્રીઓ પોતાનું સૌંદર્ય વધારવા માટે નાક પર પ્લાસ્ટિક સર્જરી કરાવે છે. જો કે સામાન્ય નાગરિકો માટે આવું ઓપરેશન કરાવવું શક્ય થતું નથી. હવે જી. ટી. હોસ્પિટલમાં પ્લાસ્ટિક સર્જરી કરીને આવા નાકને યોગ્ય સ્વરૂપ આપવાની તક સામાન્ય નાગરિકોને મફત મળશે.

નાકની પ્લાસ્ટિક સર્જરીમાં ડોકટરો નિષ્ણાત બને એ માટે જી.ટી. હોસ્પિટલમાં એક વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું છે. આ વર્કશોપમાં દેશના નિષ્ણાત પ્લાસ્ટિક સર્જન તરફથી ચહેરા પરના સૌંદર્ય બાબતના જુદા જુદા ઓપરેશનનું પ્રેકટિકલ ડોકટરોને દેખાડવામાં આવશે. એમાં ડો. નિતીન મોકલ, ડો. ઉદય ભટ, ડો. મિલિંદ વાઘ, ડો. કપિલ અગરવાલ, ડો. આદિત્ય અગરવાલ વગેરે નિષ્ણાત ડોકટર દેશના ડોકટરોનું માર્ગદર્શન કરશે.

પ્લાસ્ટિક સર્જરીનું લાઈન રિલે કરનાર આ વર્કશોપનું આયોજન દર વર્ષે કરવામાં આવે છે. આ વર્ષે 28 અને 29 જાન્યુઆરીના જે. જે. હોસ્પિટલના ડીન ડોકટર પલ્લવી સાપળેના માર્ગદર્શન હેઠળ અને નાયર હોસ્પટિલના સહકાર્યથી જી.ટી. હોસ્પિટલના પ્લાસ્ટિક સર્જરી વિભાગના પ્રમુખ ડો. નિતીન મોકલના નેતૃત્વ હેઠળ આ વર્કશોપનું આયોજન થયું છે.

આ વર્કશોપમાં આમંત્રિત સ્થાનિક પ્રોફેસર સૌંદર્ય અને પ્લાસ્ટિક સર્જરીની ઝીણવટ, મૂલ્યાંકન, નિયોજન, ઓપરેશનની ટેકનોલોજી અને બીજી શૈક્ષણિક બાબતો પર માર્ગદર્શન કરશે. આ વર્કશોપનો લાભ તમામ પ્લાસ્ટિક સર્જન, નિવાસી અને સલાહકારોને થશે. બે દિવસની આ વર્કશોપમાં સામાન્ય રીતે આઠથી દસ દર્દીઓના નાક પર પ્લાસ્ટિક સર્જન ઓપરેશન કરશે.એના પસંદ કરવામાં આવેલા વ્યક્તિ પર મફત ઓપરેશન કરવામાં આવે છે. તેથી નાકના યોગ્ય આકાર આપીને ચહેરાનું સૌંદર્ય વધારવાની મફત તક મળશે. ઈચ્છુક વ્યક્તિઓએ જી.ટી. હોસ્પિટલનો સંપર્ક સાધવો એવી હાકલ ડો. નિતીન મોકલે કરી છે.

મૃત વ્યક્તિના નાક પર ઓપરેશન કરવાની તક: નાકની પ્લાસ્ટિક સર્જરીની વર્કશોપમાં દેશના નિષ્ણાત ડોકટરો તરફથી ચિકિત્સક, નિવાસી અને સલાહકાર ડોકટરો ઓપરેશનનું જ્ઞાન મેળવી શકશે. આ વર્કશોપમાં વ્યક્તિના નાકનું ઓપરેશન કરીને દેખાડવામાં આવશે. તેમ જ આ વર્ષે પહેલી વખત મૃત વ્યક્તિના નાક પર ઓપરેશનનું પ્રેકટિકલ કરીને દેખાડવામાં આવશે એવી માહિતી ડો. મોકલે આપી હતી.

ડોકટરો માટે નોંધણી જરૂરી
બે દિવસ ચાલનારી આ વર્કશોપમાં સહભાગી થવા માટે ડોકટરોએ નોંધણી કરાવવી જરૂરી છે. નોંધણી કરાવનારા 100 ડોકટર સભાગૃહમાં ઓપરેશન જોઈ શકશે. 100 કરતા વધુ ડોકટરને ઓપરેશન ઓનલાઈન જોવાની તક ઉપલબ્ધ કરી આપવામાં આવશે. ઓપરેટિવ વર્કશોપ પણ મેડીટ્યુબ પર સીધા પ્રસારિત કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...