બૂસ્ટર ડોઝ:આજથી બધાં રસીકરણ કેન્દ્રમાં મફત બૂસ્ટર ડોઝ

મુંબઈ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર

કેન્દ્ર સરકાર દ્વારા શુક્રવારથી આગામી 75 દિવસ સુધી દેશની સર્વ પ્રૌઢ વ્યક્તિઓનો કોવિડનો બૂસ્ટર ડોઝ મફત આપવાનો નિર્ણય લેવાયો હોઈ આ ઝુંબેશનો સંપૂર્ણ અમલ મહારાષ્ટ્રમાં કરવામાં આવશે, એમ મુખ્ય મંત્રી એકનાથ શિંદેએ ગુરુવારે જણાવ્યું હતું.

બુધવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે આ અંગે વાતચીત થઈ ચૂકી છે.આ પછી મહાપાલિકાના કમિશનર ઈકબાલ સિંહ ચહલે મુંબઈમાં બધાં સરકારી અને મહાપાલિકાનાં રસીકરણ કેન્દ્રમાં નિઃશુલ્ક બૂસ્ટર ડોઝ લઈ શકાશે, એમ જણાવ્યું હતું.

દરમિયાન આરોગ્ય વિભાગે એકેય દિવસ વેડફ્યા વિના સર્વ સંબંધિતોને બૂસ્ટર ડોઝ મળવો જ જોઈએ તે માટે રાજ્યના બધા લોકપ્રતિનિધિઓ, સ્વયંસેવી સંસ્થાઓ, આરોગ્ય સંસ્થાઓને પણ સહભાગી કરવા અને પૂરતી જનજાગૃતિ ફેલાવવી એવા નિર્દેશ શિંદેએ આપ્યા હતા.

18 વર્ષથી વધુ ઉંમરના નાગરિકોને આગામી 75 દિવસ માટે બૂસ્ટર ડોઝ આપવાની ઘોષણા કેન્દ્ર સરકારે બુધવારી કરી છે. ભારત હાલ 75મો સ્વાતંત્ર્ય દિવસ ઊજવી રહ્યો છે. આ નિમિત્ત સાધી 75 દિવસ સુધી બૂસ્ટર ડોઝ મફત આપવાનો નિર્ણય લેવાયો છે. નોંધનીય છે કે કોરોના પ્રતિબંધક રસીના બે ડોઝ પૂરા કર્યા છે અને તે લઈને છ મહિના અથવા વધુ સમય વીતી ગયો હોય તેઓ બૂસ્ટર ડોઝ લઈ શકે છે.

અન્ય સમાચારો પણ છે...