બસ સળગીને રાખ:નવી મુંબઈમાં સ્કૂલ બસને લાગેલી આગમાં ચાર વિદ્યાર્થીઓનો બચાવ

મુંબઈ20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આગની થોડી જ મિનિટોમાં બસ સળગીને રાખ થઈ

નવી મુંબઈની સીબીડી- બેલાપુરની એક શાળાના ચાર જેટલા વિદ્યાર્થીઓ સોમવારે સવારે ખારઘરના સેક્ટર-15માં સ્કૂલ બસને અચાનક આગ લાગી જતાં તેઓનો આબાદ બચાવ થયો હતો. ખારઘર ફાયરબ્રિગેડ ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને આગને કાબૂમાં લીધી હતી. બસના ડ્રાઇવર અને બસમાંના એક સહાયક શિક્ષકે તરત જ પસાર થતા લોકોની મદદથી ચાર વિદ્યાર્થીઓને બહાર કાઢ્યા હતા.આગની ઘટનાને કારણે ચારેય વિદ્યાર્થીઓ ગભરાઈ ગયા હતા, પરંતુ સહાયક શિક્ષકે શાળાના આચાર્યને જાણ કરી હતી અને બાદમાં વિદ્યાર્થીઓને તેમના વાલીઓને સોંપવામાં આવ્યા હતા.

ખારઘર ફાયર બ્રિગેડ સ્ટાફે માહિતી આપી હતી કે તેમને સવારે 11.30 વાગ્યે બસમાં આગ લાગી હોવાનો ઈમરજન્સી કોલ મળ્યો હતો.ખારઘરના સેક્ટર 15માં ઘરકુલ હાઉસિંગ કોમ્પ્લેક્સ પાસે બસ પહોંચી ત્યારે સ્કૂલ બસના એન્જિન બોનેટમાં શોર્ટ સર્કિટના કારણે આગ ફાટી નીકળી હતી. બસના ડ્રાઇવરે એન્જિનના બોનેટમાંથી આગનો ધુમાડો નીકળતો જોયો એટલે તેણે તરત જ બસને રોડની કિનારે રોકી દીધી.

બસને આંશિક રીતે આગ લાગી તે પહેલા રાહદારીએ વિદ્યાર્થીઓને બસમાંથી બહાર કાઢવામાં મદદ કરી હતી.ખારઘર પોલીસની ટીમ પણ ઘટનાસ્થળે દોડી ગઈ હતી. ખારઘરના વરિષ્ઠ નિરીક્ષક સંદીપન શિંદેએ માહિતી આપી હતી કે અગ્નિશામકોએ 5 મિનિટની અંદર આગને કાબૂમાં લીધી હતી. જોકે બસનો આગમાં લગભગ કચ્ચરઘાણ થઈ ગયો હતો.

અન્ય સમાચારો પણ છે...