શિવસેનાના પરેલ લાલબાગ વિધાનસભા મતવિસ્તારના માજી વિધાનસભ્ય સૂર્યકાંત દેસાઈનું શુક્રવારે ડોંબિવલીમાં મોત થયું હતું. ખાસ કરીને એકથી અન્ય હોસ્પિટલમાં લઈ જવા દરમિયાન એમ્બ્યુલન્સ રસ્તામાં બંધ પડતાં સમયસર ઉપચાર મળી શક્યો નહીં, જેથી તેમનું મોત થયું હતું.
દેસાઈ પર ડોંબિવલીની એક ખાનગી હોસ્પિટલમાં ઉપચાર ચાલતો હતો. જોકે તેમને વધુ ઉપચારની જરૂર હોવાથી અને તે સુવિધા આ હોસ્પિટલમાં ઉપલબ્ધ નહીં હોવાથી અન્ય હોસ્પિટલમાં તેમને ખસેડવાનો કુટુંબીઓએ નિર્ણય લીધો હતો. આ માટે એમ્બ્યુલન્સ બોલાવવામાં આવી હતી. તેમાં લઈ જવા દરમિયાન તે રસ્તામાં બંધ પડી ગઈ છે.
આ પછી હોસ્પિટલને ધક્કો મારવાનો વારો દેસાઈ કુટુંબ પર આવ્યો હતો. શુક્રવારે સવારે વાગ્યાના સુમારે ડોંબિવલી પૂર્વની એક હોસ્પિટલની સામે આ ઘટના બની હતી. આ પછી દેસાઈ કુટુંબીઓએ મંજુનાથ સ્કૂલ સુધી હોસ્પિટલને ધક્કો માર્યો હતો. આમાં હોસ્પિટલમાં પહોંચાડવામાં વિલંબ થયો હતો. મૃતકના પુત્ર ઋષિકેશે જણાવ્યું કે સાઈ પૂજા એમ્બ્યુલન્સ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવશે. દેસાઈ 1995થી 2000ના વર્ષમાં પરેલ- લાલબાગ વિધાનસભા મતવિસ્તારમાં શિવસેનાની ટિકિટ પરથી ચૂંટાઈ આવ્યા હતા. છેલ્લાં 23 વર્ષથી દેસાઈ ડોંબિવલી પશ્ચિમ ખાતે ભાગશાલા મેદાન વિસ્તારમાં મુકામ કરતા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.