ભાસ્કર વિશેષ:મુંબઈમાં પ્રથમ વખત ગોલ્ડન જેકલનું સર્વેક્ષણ હાથ ધરાયું

મુંબઈ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વન્યજીવ સંરક્ષક કાયદા 1972 થી સુરક્ષિત જેકલ સંકટગ્રસ્ત પ્રાણીઓની યાદીમાં ત્રીજા ક્રમે

મેનગ્રોવ્ઝ પરિસંસ્થામાં ગોલ્ડન જેકલ મુખ્ય સસ્તન પ્રાણી છે અને એના પર હજી સુધી નિયોજન કરીને સર્વેક્ષણ થયું નથી. તેથી ગોલ્ડન જેકલની સંખ્યા, માહિતી સરખામણીએ ઓછા પ્રમાણમાં ઉપલબ્ધ છે. હવે મુંબઈ મહાપાલિકાના મેનગ્રોવ્ઝ પરિસરમાં જોવા મળતા ગોલ્ડન જેકલનો નિવાસ, એનો ખોરાક, રોજિંદા જીવનનો અભ્યાસ કરવામાં આવશે. મેનગ્રોવ્ઝ પ્રતિષ્ઠાન અને ખાનગી સંસ્થાઓ પાંચ મહિનામાં આ અભ્યાસ કરશે. મુંબઈનો પશ્ચિમ કિનારો, મધ્ય મુંબઈ, નવી મુંબઈના કેટલાક ભાગ અને થાણે ખાડીની આસપાસના મેનગ્રોવ્ઝના કારણે જૈવવિવિધતા મોટા પ્રમાણમાં ટકી છે.

એના લીધે સ્થળાંતરિત પક્ષીઓ, જુદા જુદા વન્યપ્રાણી, કીટક અને સૂક્ષ્મજીવ જોવા મળે છે. એમાં મુખ્યત્વે ગોલ્ડન જેકલ નજરે પડે છે. મેનગ્રોવ્ઝની આસપાસ મોટા પ્રમાણમાં માનવ વસતિ હોવાથી ગોલ્ડન જેકલ માટે મેનગ્રોવ્ઝ એક અસુરક્ષિત નિવાસ છે. એ ઓછો થતો હોવાથી તેમની સંખ્યા પર અસર થઈ રહી છે. અનેક વખત વિક્રોલી, કાંજુરમાર્ગ, કાંદિવલી, ઐરોલી ખાતેની માનવ વસતિમાં ગોલ્ડન જેકલ આવવાની ઘટના બને છે. ગોલ્ડન જેકલનું સર્વેક્ષણ કરવાની માગણી વન્ય પ્રાણીઓ માટે કામ કરતા અનેક સંગઠનોએ કરી હતી. તેથી મુંબઈમાં દેખાતા ગોલ્ડન જેકલનું સંરક્ષણ અને સંવર્ધન કરવા માટે મેનગ્રોવ્ઝ ડિપાર્ટમેંટ તરફથી પ્રયત્ન ચાલુ છે.

મુંબઈ મહાનગરમાં દેખાતા ગોલ્ડન જેકલ વિશે ઘણી ઓછી માહિતી ઉપલબ્ધ છે. તેથી મોટા પ્રમાણમાં માહિતી ભેગી કરવા લગભગ પાંચ મહિનાના સમયગાળામાં માહિતી ભેગી કરવાનો પ્રયત્ન કરવામાં આવશે. ગોલ્ડન જેકકલનું પર્યાવરણશાસ્ત્રીય મહત્વ સમજીને, મેનગ્રોવ્ઝમાં એ ક્યા અવરજવર કરે છે, એનો ખોરાક શું છે, વગેરેનો ઊંડાણપૂર્વક અભ્યાસ કરવામાં આવશે. એનો અભ્યાસ કરવા માટે કેમેરા ટ્રેપિંગ દ્વારા સર્વેક્ષણ કરવામાં આવશે. સ્થાનિક રહેવાસીઓ અને માછીમારો સાથે વાત કરીને તેમના ગોલ્ડન જેકલ વિશેના અનુભવ જાણવામાં આવશે.

લગભગ ફેબ્રુઆરી 2023 સુધી આ સંશોધન પૂરું થવાની અપેક્ષા છે. આ સંશોધન માટે લગભગ 7 લાખ 72 હજાર રૂપિયાનો ખર્ચ થશે. અભ્યાસથી નવી માહિતી મળશેમુંબઈમાં પ્રથમ વખત ગોલ્ડન જેકલ પર સંશોધન કરવામાં આવશે. મેનગ્રોવ્ઝ ભાગમાં એ રહેતા હોવાથી સર્વેક્ષણ જરૂરી હતું. આ સંશોધન પ્રકલ્પને મંજૂરી મળી છે.

ટૂંક સમયમાં મુંબઈમાં ગોલ્ડન જેકલની સંખ્યા, તેમના રહેઠાણ બાબતની માહિતી જાણવા મળશે એમ મેનગ્રોવ્ઝ ડિપાર્ટમેંટના અપર ચીફ વનસંરક્ષક વીરેન્દ્ર તિવારીએ જણાવ્યું હતું. મેનગ્રોવ્ઝ પ્રતિષ્ઠાનને આ અભ્યાસના લીધે મુંબઈ મહાનગરના મેનગ્રોવ્ઝ પરિસર અને આસપાસના ભાગમાં ગોલ્ડન જેકલની માહિતી મેળવવામાં મદદ થશે.

અનેક વર્ષોથી મુંબઈના મેનગ્રોવ્ઝ ભાગમાં જેકલ જોવા મળે છે. જો કે તેમના રહેવાના અને ફરવાના માર્ગનો કોઈ વ્યવસ્થિત અભ્યાસ થયો નથી. તેથી પ્રથમ વખત ગોલ્ડન જેકલ પર થનારા અભ્યાસથી નવી માહિતી મળશે એમ મેનગ્રોવ્ઝ પ્રતિષ્ઠાનના ઉપસંચાલક, સંશોધન અને ક્ષમતા બાંધણીના ડો. માનસ માંજરેકરે જણાવ્યું હતું.

સંકટગ્રસ્ત પ્રાણીઓની યાદીમાં ત્રીજા ક્રમે
ગોલ્ડન જેકલ (કેનિસ ઓરિયસ) યુરોપ, આફ્રિકા, એશિયાના કેટલાક ભાગમાં જોવા મળે છે. મુંબઈમાં ખાડી નજીક, મેનગ્રોવ્ઝ પરિસરમાં ગોલ્ડન જેકલ રહે છે. આ પ્રાણી વન્યજીવ સંરક્ષક કાયદા 1972ની અનુસૂચી 3 અંતર્ગત સંરક્ષિત છે. તેમ જ અત્યારે દેશમાં ગોલ્ડન જેકલ સંકટગ્રસ્ત પ્રાણીઓની યાદીમાં ત્રીજા ક્રમે છે.

અન્ય સમાચારો પણ છે...