વિકાસ:મુંબઈમાં પ્રથમ એસી ઈ-ડબલ ડેકર દોડતી થશે, 5 ઓગસ્ટથી શરૂ થતી નવી ડબલ ડેકર બસનો લૂક લંડનની બસ જેવો છે

મુંબઈ9 દિવસ પહેલા
  • કૉપી લિંક

મુંબઈમાં સૌપ્રથમ ઈલેક્ટ્રિક એરકંડિશન્ડ ડબલ ડેકર બેસ્ટ બસમાંથી ઠંડો છંડો પ્રવાસ કરવાની પ્રવાસીઓની પ્રતિક્ષા હવે પૂરી થવાની છે. મુંબઈના રસ્તાઓ પર હવે આગામી શુક્રવારથી એસી ડબલ ડેકર બસ દોડતી થશે. આ સાથે મુંબઈમાં હવે કુલ 900 ઈલેક્ટ્રિક બસ દોડતી જોવા મળશે. ખાસ કરીને ડબલ ડેકર બસને બે દાદરા હશે અને લંડનની ડબલ ડેકર બસ જેવો જ તેનો લૂક હશે.

આગામી શુક્રવારથી મુંબઈના રસ્તાઓ પર 900 ઈ-બસ દોડવાની હોઈ પ્રથમ રાઉન્ડમાં આ બસ મુંબઈના અમુક માર્ગો પર છોડવામાં આવશે. આ પછી વર્ષાંતે વધુ 225 ઈ-બસ બેસ્ટના નવા કાફલામાં દાખલ થશે, જ્યારે વધુ 225 બસ આગામી વર્ષે માર્ચમાં દાખલ થશે. આ જ રીતે જૂન 2023માં આ કાફલામાં વધુ 450 બસનો ઉમેરો થશે.આ બસ માટે લઘુતમ 5 કિમી માટે રૂ. 6 ગણવા પડશે.

આરંભમાં આ બસ છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસથી નરીમાન પોઈન્ટ, કોલાબાથી વરલી અને કુર્લાથી સાંતાક્રુઝ એમ ત્રણ માર્ગ પરથી દોડશે. આ પછી તબક્કાવાર માર્ગમાં વધારો કરાશે. નવી બસમાં બે દાદરા હશે. જૂની બસને ફક્ત એક દાદરો હતો. નવી બસમાં ઉત્તમ સસ્પેન્શન હશે. આ જ રીતે બસમાં ડિજિટલ ટિકિટિંગની સુવિધા હશે. પ્રવાસીઓની સુરક્ષા માટે બસમાં સીસીટીવી કેમેરા હશે.

મુંબઈમાં 45 જૂની ડબલ ડેકર બસ છે
મુંબઈમાં હાલ કુલ 45 જૂની ડબલ ડેકર બસ દોડી રહી છે. આ બસ તબક્કાવાર બંધ કરવામાં આવશે. 1947માં ડબલ ડેકર બસના કાફલામાં કુલ 242 બસ હતી. આ પછી 1947થી 1993ના સમયગાળામાં આ કાફલામાં વધુ 882 હસ દાખલ થઈ છે.

અન્ય સમાચારો પણ છે...