આરોપ:શિંદે-ઠાકરે સંઘર્ષમાં સરવણકર દ્વારા ગોળીબાર, કોઈ ફૂટેજ નથી

મુંબઈ24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સંઘર્ષ બાદ શિંદે જૂથના સરવણકરે બે ગોળી છોડી હોવાનો આરોપ છે

મુંબઈના પ્રભાદેવીમાં શિવસેના અને શિંદે જૂથ વચ્ચેના સંઘર્ષ કેસમાં પોલીસે તપાસ શરૂ કરી છે. શિંદે જૂથના ધારાસભ્ય સદા સરવણકર દ્વારા ફાયરિંગના આરોપોની તપાસ શરૂ કરવામાં આવી છે. આરોપ છે કે સદા સરવણકરે બે વખત ફાયરિંગ કર્યું હતું. સરવણકરે જ્યાં ફાયરિંગ કર્યું હતું તે જગ્યાના સીસીટીવી ફૂટેજની તપાસ કરવામાં આવી હતી, પરંતુ પોલીસને હજુ સુધી સદા સરવણકર ફાયરિંગના કોઈ ફૂટેજ મળ્યા નથી.

પ્રભાદેવીમાં મધરાતે શિવસેના અને શિંદે જૂથ વચ્ચે અથડામણ થઈ હતી. ઠાકરે જૂથના કાર્યકરોએ કરેલા દાવા મુજબ સદા સરવણકરે બે વખત ગોળીબાર કર્યો હતો. શિવસેનાના વિભાગ પ્રમુખ મહેશ સાવંત અને એક પોલીસ અધિકારી સરવણકરના ગોળીબારમાં બચી ગયા હતા. તો સરવણકરે આરોપોને ફગાવી દીધા છે.

જે બાદ પોલીસે ઘટનાસ્થળના સીસીટીવી ફૂટેજ ચેક કર્યા હતા, પરંતુ ફાયરિંગના ફૂટેજ હજુ પણ પોલીસને મળ્યા નથી. ઘટના સમયે અંધારું હોવાથી માત્ર ભીડ જ સીસીટીવીમાં કેદ થઈ હતી. આથી પોલીસ આવી ઘટના બની છે કે કેમ તે અંગે કોઈ નક્કર નિર્ણય પર આવી શકી નથી. વિસ્તારમાં ચર્ચા છે, કે શિંદે જૂથના ધારાસભ્ય સદા સરવણકરે બે વખત ફાયરિંગ કર્યું હતું. સરવણકરે પ્રભાદેવી જંકશન પાસે પ્રથમ ગોળી ચલાવી હતી. જ્યારે બીજો ગોળીબાર દાદર પોલીસ સ્ટેશન પાસે કરવામાં આવ્યો હોવાનો આરોપ છે.

પોલીસ શિવસેના દ્વારા લગાવવામાં આવેલા આરોપોની સત્યતા ચકાસવા જઈ રહી છે. જો ધારાસભ્ય સદા સરવણકર પાસે લાઈસન્સવાળી પિસ્તોલ હશે તો તેનો રેકોર્ડ નજીકના પોલીસ સ્ટેશનમાં હશે. પોલીસ આ રેકોર્ડ તપાસશે. જેમાં સરવણકર પાસે પિસ્તોલ અને કેટલા કારતુસ છે, તેની માહિતી આપવામાં આવનાર છે. પોલીસ રેકોર્ડ પરની માહિતી અનુસાર, સદા સરવણકર પાસે એટલા કારતૂસ હોવા જોઈએ. તે સિવાય પોલીસ હવે વિસ્તારના સીસીટીવી ફૂટેજ ચેક કરી રહી છે. પોલીસ આ તમામની તપાસ કરી રહી છે.

અન્ય સમાચારો પણ છે...