એફઆઈઆર રદ:મોહન ડેલકર મૃત્યુ કેસમાં પ્રફુલ્લ ખોડા પટેલ સહિત 8 સામેની FIR રદબાતલ

મુંબઈ22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કોર્ટે કહ્યું, કાયદાની પ્રક્રિયાનો દુરુપયોગ ટાળવા માટે એફઆઈઆર રદ

સાંસદ મોહન ડેલકરે ગયા વર્ષે 22મી ફેબ્રુઆરીએ મુંબઈમાં મરીન ડ્રાઈવ સ્થિત હોટેલના રૂમમાં ગલે ફાંસો ખાઈને આત્મહત્યા કરી હતી તે કેસમાં પોલીસ દ્વારા દાદરા અને નગર હવેલી કેન્દ્ર શાસિત પ્રદેશના પ્રશાસક પ્રફુલ્લ ખોડા પટેલ અને અન્ય આઠ જણ સામે દાખલ કરાયેલી એફઆઈઆર મુંબઈ હાઈ કોર્ટે ગુરુવારે રદ કરી છે.જસ્ટિસ પ્રસન્ના બી વરાલે અને શ્રીકાંત ડી કુલકર્ણીની ખંડપીઠે અરજદારો દ્વારા સુપરત અરજી માન્ય રખાઈ હતી અને કાયદાનો દુરુપયોગ ટાળવા માટે એફઆઈઆર રદબાતલ કરવામાં આવે છે એવી નોંધ કરી હતી.

58 વર્ષીય ડેલકર દાદરા અને નગર હવેલીથી સાત વાર સાંસદ તરીકે ચૂંટાઈ આવ્યા હતા.અમે સર્વ પાસાંઓનો વિચાર કરતાં અરજીમાં પાત્રતા જણાય છે અને કાયદાની પ્રક્રિયાનો દુરુપયોગ ટાળવા માટે ફોજદારી પ્રક્રિયા સંહિતા (સીઆરપીસી)ની કલમ 482 હેઠળ સત્તા અજમાવતાં કોર્ટ માટે રદ કરવાનું એકદમ અનુકૂળ લાગે છે. ડેલકરના પુત્ર અભિનવ દ્વારા દાખલ એફઆઈઆર તેથી જ રદ કરવામાં આવે છે અને બાજુમાં મૂકવામાં આવે છે, એવી નોંધ ખંડપીઠે કરી હતી.9 માર્ચ, 2021ના રોજ ડેલકરના પરિવારના સભ્યોએ મરીન ડ્રાઈવ પોલીસ સ્ટેશનની મુલાકાત લીધા પછી આત્મહત્યા માટે પ્રવૃત્ત કરવા અને એટ્રોસિટી ધારાની સુસંગત જોગવાઈઓ હેઠળ એફઆઈઆર દાખલ કરવામાં આવી હતી.

પટેલ સિવાય તત્કાલીન જિલ્લાધકારી સંદીપ કુમાર સંહ, તત્કાલીન એસપી શરદ દરાડે, ઉપ જિલ્લાધિકારી અપૂર્વ શર્મા, પેટા વિભાગીય અઘિકારી મનસ્વી જૈન, પીઆઈ (સિલ્વાસા) મનોજ પટેલ, પ્રશાસક વિભાગના અધિકારી રોહિત યાદવ, રાજકીય નેતા ફતેસિંહ ચૌહાણ અને તલાટી દિલીપ પટેલ સામે તેમના હોદ્દા અને સત્તાનો દુરુપયોગ કરીને આત્મહત્યા માટે પ્રવૃત્ત કરવાનો અને ડેલકર સામે ઈરાદાપૂર્વક કાવતરું ઘડવાનો આરોપ મુકાયો હતો.રાજ્ય સરકારના નિવેદનને આધારે હાઈ કોર્ટે 27 એપ્રિલ, 2021ના રોજ કઠોર પગલાં લેવા સામે આરોપીઓને વચગાળાનું રક્ષણ આપ્યું હતું, જે સમયાંતરે ચાલુ રખાયું હતું. 5 જુલાઈએ સુનાવણી પૂર થઈ હતી અને ચુકાદો આજે ગુરુવારે સંભળાવવામાં આવ્યો હતો.

એફઆઈઆરમાં ગંભીર આરોપ : એફઆઈઆરમાં એવો આરોપ કરાયો હતો કે મૃત્યુના એક વર્ષ અગાઉથી ડેલકર તીવ્ર દબાણ હેઠળ હતા. દાદરા અને નગર હવેલાના પ્રશાસકનો ડેલકરની ધમધોકાર ચાલતી શૈક્ષણિક સંસ્થા એસએસઆર કોલેજ ઓફ ફાર્મસી એન્ડ મેનેજમેન્ટ પર નિયંત્રણ મેળવવા માટે ડેલકરની સતામણી કરતા હતા અને તેમને આગામી ચૂંટણીઓ લડવાથી પણ રોકતા હતા. આરોપીઓ વતી વરિષ્ઠ ધારાશાસ્ત્રીઓ અમિત દેસાઈ અને મહેશ જેઠમલાનીએ આરોપો પાયાવિહોણા, ખોટા અને કાયદાની જોગવાઈથી વિસંગ હોવાની દલીલ કરી હતી.

વિશેષ તપાસ ટીમની તપાસ
દરમિયામ મહાવિકાસ આઘાડી સરકાર દ્વારા આ આત્મહત્યા મામલે વિશેષ તપાસ ટીમ નીમવામાં આવી હતી. આ ટીમે અનેક વાર દાદરા અને નગર હવેલીની મુલાકાત લીધી હતી અને કેસમાં નામ આવ્યા છે તે નવ જણ સામે પુરાવા ભેગા કર્યા હતા.

કમિશનરના ગંભીર આરોપ
દરમિયાન 20 માર્ચ, 2021ના તત્કાલીન મુંબઈ પોલીસ કમિશનર પરમવીર સિંહે તત્કાલીન મુખ્ય મંત્રી ઉદ્ધવ ઠાકરેને પત્ર લખ્યો હતો કે ડેલકર કેસમાં કાનૂની અભિપ્રાયમાં એવું જણાવાયું છે કે આ કેસ દાદરા અને નગર હવેલીને સોંપી દેવો જોઈએ. આમ છતાં રાજ્યના તત્કાલીન ગૃહમંત્રી અનિલ દેશમુખે રાજકીય લાભ ખાટવા માટે એફઆઈઆર દાખલ કરાવીને તેમના આ કેન્દ્ર શાસિત પ્રદેશના પ્રશાસકો અને અન્ય અધિકારીઓનાં નામ લખાવ્યાં હતાં.

અન્ય સમાચારો પણ છે...