ધમકીનો આરોપ:રાઉત વિરુદ્ધ સાક્ષીદારને ધમકાવવા મુદ્દે વાકોલા પોલીસમાં FIR દાખલ

મુંબઈ6 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સાંતાક્રુઝમાં રહેતી મહિલા સાથે દુષ્કર્મ અને હત્યાની ધમકીનો આરોપ

શિવસેનાના સાંસદ સંજય રાઉત વિરુદ્ધ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી)માં નિવેદન નોંધાવશે તો દુષ્કર્મ અને હત્યા કરવામાં આવશે એવી ધમકી મળતી હોવાની ફરિયાદ કરતો પત્ર સાંતાક્રુઝ પૂર્વ કાલીના ખાતે રહેતાં સાઈકોલોજિસ્ટ સ્વપ્ના પાટકર દ્વારા વાકોલા પોલીસ સ્ટેશનમાં અપાયો હતો, જેની પરથી રાઉત વિરુદ્ધ રવિવારે મોડી રાત્રે એફઆઈઆર દાખલ કરવામાં આવી છે. ભારતીય દંડ સંહિતાની કલમ 509 (મહિલાનું અપમાન), 506 (જાનથી ખતમ કરવાની ધમકી) અને 504 (શાંતિભંગ સાથે મહિલાનું અપમાન) હેઠળ એફઆઈઆર દાખલ કરવામાં આવી છે.

આને કારણે રાઉતની અડચણો વધશે 40 વર્ષીય પાટકર ગોરેગાવના પત્રા ચાલ રિડેવલપમેન્ટ કેસ સંબંધી મની લોન્ડરિંગ કેસમાં સાક્ષીદાર છે. પાટકર, તેમની વૃદ્ધ માતા અને પુત્ર સાથે કાલીના સુંદરનગરની ત્રીજી ગલીમાં શુભ સ્વપ્ન બંગલોમાં રહે છે. તેઓ સાઈકોલોજિસ્ટ હોઈ કાલીનામાં જ કાઉન્સેલિંગ સેન્ટર ચલાવે છે. એફઆઈઆરમાં નોંધાવેલા જવાબ અનુસાર 2007માં શિવસેનાનું મુખપત્ર સામના થકી ઓળખ થઈ હતી, જે પછી પાટકર અને રાઉત પરિવાર વચ્ચે ઘનિષ્ઠ સંબંધ બન્યા હતા અને એકબીજાના સતત સંપર્કમાં હતા.

આ પછી રાઉતને સામનાના કાર્યકારી સંપાદક પદે નોકરી સાથે વિવિધ પ્રકારના વ્યવસાય કરવાના હતા. આથી તેઓ મને પાર્ટનર બનાવવા માગતા હતા, જેનો ઈનકાર કરતાં તેમને મારી પર ગુસ્સો હતો. 2016માં રાઉત સાથે ચર્ચા કરવા સામનાની ઓફિસમાં ગઈ ત્યારે મને ગાળાગાળી કરીને મોટા અવાજે વાત કરવા લાગ્યા હતા. મારો હાથ પકડી લીધો હતો. આથી મેં તેમની કોલર પકડીને હાથથી મારઝૂડ કરી હતી. આથી તેઓ વધુ ગુસ્સો ભરાયા અને સાંસદની કોલર પકડી છે, પોલીસ તને પકડીને લઈ જશે એમ કહીને ધમકી આપી હતી, એવો આરોપ જવાબમાં કરવામાં આવ્યો છે.

મારા પતિ સુજિત પાટકર અને રાઉત વચ્ચે ઘનિષ્ઠ સંબંધ હતા. 2009-10માં મારા પતિએ અલગ અલગ જગ્યાએ મારે નામે જગ્યાઓ લઈ રાખી હતી. 2016માં રાઉતે મને ફોન કરીને ગંદી ગાળો આપી હતી અને બધી જમીન સુજિતને નામે કરવા ધમકી આપી હતી, જેનું મેં રેકોર્ડિંગ કરી રાખ્યું છે, જે પણ મેં પોલીસને સુપરત કર્યું છે, એમ પણ સ્વપ્નાએ જણાવ્યું છે.

દરમિયાન લેખિત ફરિયાદમાં સ્વપ્નાએ જણાવ્યું છે કે 15 જુલાઈના રોજ પાટકરના ઘરે આવતા મરાઠી અખબારમાં એક કાગળ મળી આવ્યો હતો. તેમાં ઈડી સામે મોઢું ખોલશે તો દુષ્કર્મ અને હત્યા કરવાની અને થાણે ખાડીમાં ફેંકવાની ધમકી આપવામાં આવી છે. આ કેસમાં સોમૈયા દ્વારા ઈડી સમક્ષ બળજબરીથી નિવેદન નોંધાવડાવ્યું હતું એવું પ્રશાસનને કહેવાની પણ ધમકી આપવામાં આવી હતી.

રાઉત પર ગંભીર આરોપ
આની પાછળ રાઉત જ છે. તેમણે અગાઉ પણ મને ફોન દ્વારા જાતે કોલ કરીને ધમકી આપી હતી, જે સંબંધે ફરિયાદ કરાઈ છે અને રેકોર્ડિંગ પણ અપાયું છે, એમ પાટકરે ફરિયાદમાં જણાવ્યું છે. ઈન્ટરનેશનલ નંબરો પરથી પણ ધમકીનો કોલ્સ આવી રહ્યા છે, અશ્લીલ વિડિયો કોલ્સ કરવામાં આવે છે. મારા મોબાઈલ નંબર મારા નિવાસી વિસ્તારોમાં દીવાલો પર લખવામાં આવે છે. આ અંગે અગાઉ પણ પોલીસને ફરિયાદ કરી હતી, પરંતુ કોઈ પગલાં લેવાયાં નથી, એમ પાટકરે પત્રમાં જણાવ્યું છે. આ સાથે તેણે ધમકી આપતો કાગળ પણ પોલીસને સુપરત કર્યો છે.

અન્ય સમાચારો પણ છે...