છેતરપિંડીનો આરોપ:બાંધકામ વ્યાવસાયિક સંજય છાબરિયા વિરુદ્ધ ગુનો દાખલ

મુંબઈ3 મહિનો પહેલા
  • કૉપી લિંક

યેસ બેંકની લોન ડૂબાડીને 52 કરોડ રૂપિયાની છેતરપિંડી કર્યા પ્રકરણે આર્થિક ગુના શાખાએ બાંધકામ વ્યવસાયિક સંજય છાબરિયા વિરુદ્ધ નવો ગુનો દાખલ કર્યો હતો. આરોપીએ લોન લેતા બેંક પાસે ગીરવે મૂકેલ બાબતો દિવાન હાઉસિંગ ફાઈનાન્સ લિ. (ડીએચએફએલ) પાસે પણ ગીરવે મૂકીને લોન લીધી તથા લોનની રકમ બીજી કંપનીમાં ટ્રાન્સફર કરી હોવાનો આરોપ છે.

છાબરિયા વિરુદ્ધ દાખલ કરવામાં આવેલ આ ચોથો ગુનો છે. આર્થિક ગુના શાખાએ સમર રેડિયન રિયાલિટીના સંચાલક સંજય છાબરિયા અને રિતુ છાબરિયા વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે. યેસ બેંકના વરિષ્ઠ અધિકારી ગણેશ વારંગની ફરિયાદ પરથી આર્થિક ગુના શાખાએ ગુનો દાખલ કર્યો છે.

ફરિયાદ અનુસાર બેંક પાસેથી લીધેલા 52 કરોડ 12 લાખ રૂપિયાની લોન મૂળ ઉદ્દેશ માટે ન વાપરતા બીજી રીટેઈલ કંપનીમાં ટ્રાન્સફર કરવામાં આવી. તેમ જ ફેસિલિટી લેટરમાં શરતોનું ઉલ્લંઘન કરવામાં આવ્યું. ખાસ વાત એટલે બેંક પાસેથી લોન લેતા બેંક પાસે ગીરવે મૂકેલ બાબતો ડીએચએફએલ પાસે પણ ગીરવે મૂકવામાં આવી અને એના દ્વારા લોન લીધી હોવાનો આરોપ છે.

અન્ય સમાચારો પણ છે...