અભિનેત્રી ઉર્ફી જાવેદ અને ભાજપનાં નેતા ચિત્રા વાઘ વચ્ચે ચાલતું શીતયુદ્ધ અટકવાનું નામ લેતું નથી. શુક્રવારે ઉર્ફીએ રાષ્ટ્રવાદીનાં નેતા અને મહિલા પંચનાં અધ્યક્ષા રૂપાલી ચાકણકરને મળીને ફરિયાદી હતી. આ પછી ચિત્રા વાઘે બીડમાં જણાવ્યું કે વ્યક્તિ સ્વાતંત્ર્ય તરીકે શરીર પર કપડાં નહીં પહેરવામાં આવે તે સાંખી નહીં લેવાય. ફરિયાદ કરવા પૂર્વે પહેલાં કપડાં તો પહેરો. હું કોઈના બાપને ગભરાતી નથી. તમારી અંદર જેટલો દમ હોય તેટલું કરો, મારો વિરોધ ગઈકાલે પણ હતો અને આવતીકાલે પણ રહેશે.
આથી નંગાનાચ મહારાષ્ટ્રમાં ચાલવા નહીં દઉં. મારી લડાઈ તે મહિલા સાથે નહીં પણ તેની વિકૃતિ સાથે છે. દરમિયાન ઉર્ફીએ મહિલા પંચના કાર્યાલયમાં જઈને અધ્યક્ષા રૂપાલી ચાકણકરની મુલાકાત લીધી હતી. ઉર્ફી જાવેદના અંગપ્રદર્શન પછી જાહેર ઠેકાણે ઉર્ફીનું મોઢું ફોડી નાખીશ એવી ધમકી ચિત્રા વાઘે આપી તહતી. આ અંગે ફરિયાદ ઉર્ફી કરી હોવાનું કહેવાય છે. દરમિયાન વાઘની ધમકીને લીધે ઉર્ફીનું મોબ લિન્ચિંગ થવાની શક્યતા છે એવી ફરિયાદ એડવોકેટ નીતિન સાતપુતેએ રાજ્ય મહિલા પંચ પાસે કરી છે.
સાતપુતેએ લેખિત અને ઓનલાઈન ફરિયાદ કરી છે. ધમકી પ્રકરણે પંચે દખલ લઈને વાઘ સામે પોલીસ કાર્યવાહી કરવાનો આદેશ આપવો એવી માગણી તેમણે કરી છે. છેલ્લા થોડા દિવસથી આ પ્રકરણે મોટે પાયે વાદવિવાદ ચાલી રહ્યો છે. વાઘે અંગપ્રદર્શન સામે સખત વાંધો ઉઠાવ્યો છે. ઉર્ફીએ પણ જવાબમાં નંગાનાચ ચાલુ જ રહેશે એવો પ્રત્યુત્તર આપ્યો છે. બંને વચ્ચે વિવાદ વધતો જ જાય છે. તેમાં વળી વાઘે મહિલા પંચને પણ ઉર્ફી સામે પગલાં કેમ લેવાતાં નથી એમ કહીને વિવાદમાં ઘસડ્યાં છે. આ પછી પંચે વાઘને જ નોટિસ ફટકારી હતી, જેને કારણે વિવાદ ઓર વધ્યો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.