શહેરમાં તાણવાળી જિંદગી અને જીવનશૈલી સંબંધ પર અસર કરતી હોવાથી છૂટાછેડાનું પ્રમાણ ઘણું વધ્યું છે. છૂટાછેડા માટે કોર્ટમાં કરવામાં અરજીના આંકડો વધી રહ્યો છે. આ પાર્શ્વભૂમિ પર ફેમિલ કોર્ટની જરૂરિયાત વધી રહી છે.
આ ધ્યાનમાં રાખતા બેલાપુરમાં ફેમિલી કોર્ટને મંજૂરી મળી છે અને આ સંદર્ભના પદનો જીઆર 22 નવેમ્બરના જારી કરવામાં આવ્યો છે. પદને માન્યતા મળી હોવાથી હવે આ ફેમિલી કોર્ટના લીધે અસીલોને થાણેના આંટાફેરામાંથી રાહત મળશે. બેલાપુર ખાતે નવી ફેમિલી કોર્ટ શરૂ થશે અને એના માટે છઠ્ઠા માળે કોર્ટમાં માટે તૈયારી પૂર્ણ કરવામાં આવી છે.
એમાં વિટાવા, દિઘા, સીબીડી બેલાપુર જેવા પરિસરના અસીલના પ્રકરણ દાખલ કરવામાં આવશે. આ પ્રકરણ પહેલાં થાણે કોર્ટમાં દાખલ થતા હતા. આ સંદર્ભે છેલ્લા દસ વર્ષથી ચર્ચા થતી હતી. આખરે ન્યાયાલયીન સ્તરે એની નોંધ લેવાતા સામાન્ય નાગરિકોને રાહત મળી છે એવી ભાવના વાશી કોર્ટના વકીલ સંગઠનના સભ્ય એડવોકેટ સંજય મ્હાત્રેએ વ્યક્ત કરી હતી.
કોર્ટ અંતર્ગતની તૈયારી પૂરી થઈ હોવાથી હવે અધિકૃત રીતે કારભાર શરૂ થવાની રાહ જોવાય છે. જાન્યુઆરી સુધી અહીંથી ન્યાયપ્રક્રિયામાં ઝડપ આવશે એમ તેમણે સ્પષ્ટ કર્યું હતું. નવી મુંબઈ માટે વિભાગીય ન્યાયાલય અને વરિષ્ઠ વિભાગીય ન્યાયલયની માગણી કરવામાં આવી હતી. એ મુજબ ફેમિલી કોર્ટની માગણી પૂરી થઈ છે એમ વાશી કોર્ટ વકીલ સંગઠનના ભૂતપૂર્વ કાર્યકારિણી સભ્ય એડવોકેટ સુનીલ પાટીલે જણાવ્યું હતું.
આ કોર્ટ માટે જજનું એક પદ, મેરેજ કાઉન્સેલરના બે પદ અને બીજા કર્મચારી એમ કુલ 19 પદ મંજૂર થયા છે. પદને મંજૂરી મળતા કારભાર ટૂંક સમયમાં શરૂ થાય એવી શક્યતા વ્યક્ત કરવામાં આવે છે. બાન્દરા ફેમિલી કોર્ટ પ્રમાણે આઠમા માળે તમામ પૂર્વતૈયારી થઈ છે પણ પદને મંજૂરી ન મળવાથી ત્યાં કારભાર શરૂ થવામાં વિલંબ થઈ રહ્યો છે. આ પરિસ્થિતિ બેલાપુર ફેમિલી કોર્ટમાં નહીં થાય એવી રાહત વકીલ અને અસીલોને મળી છે.
બાન્દરા કોર્ટ માટે પદ મંજૂર થવાની અપેક્ષા
એક તરફ નવી મુંબઈ ખાતેના વકીલ, અસીલોને રાહત મળ્યા પછી મુંબઈ માટે પણ માગણી પ્રમાણે પદ મંજૂર થાય એવી અપેક્ષા છે એવી પ્રતિક્રિયા બાન્દરા ફેમિલી કોર્ટના વકીલોમાં વ્યક્ત થઈ રહી છે. આ સંદર્ભે જોગવાઈ થવાની અપેક્ષા વ્યક્ત થઈ રહી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.