નિયુક્તિ:આઘાડી સરકારે હટાવેલા દેવેન ભારતીને ફડણવીસે સ્પેશિયલ કમિશનર બનાવ્યા!

મુંબઈએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કોંગ્રેસે કહ્યું ફડણવીસે CM પદ ગુમાવતાં સમાંતર પ્રશાસન ચલાવે છે

મહાવિકાસ આઘાડી સરકારે હટાવેલા સિનિયર આઈપીએસ અધિકારી દેવેન ભારતીની બુધવારે શિંદે- ફડણવીસ સરકારે મુંબઈ પોલીસના સ્પેશિયલ કમિશનર તરીકે નિયુક્તિ કરી હતી. ભારતી માટે ખાસ આ હોદ્દો નિર્માણ કરાયો છે. દેવેન્દ્ર ફડણવીસની આગેવાની હેઠળના રાજ્યના ગૃહવિભાગ દ્વારા બુધવારે ભારતીની નિયુક્તિનો આદેશ જારી કરવામાં આવ્યો હતો. હાલમાં મુંબઈના પોલીસ કમિશનર તરીકે આઈપીએસ અધિકારી વિવેક ફણસાળકર છે, જેઓ પણ સરકારની મરજીના હોવાનું માનવામાં આવે છે. 1994ની બેચના આઈપીએસ અધિકારી ભારતી રાજ્યના ગૃહમંત્રી દેવેન્દ્ર ફડણવીસના મરજીના અધિકારી માનવામાં આવે છે.

ફડણવીસ 2014થી 2019 દરમિયાન રાજ્યના મુખ્ય મંત્રી હતા ત્યારે ભારતી કાયદો અને વ્યવસ્થા વિભાગના જોઈન્ટ કમિશનર હતા. આ પછી એડિશનલ ડીજીપી તરીકે બઢી આપીને તેમને એન્ટી-ટેરરીઝમ સ્ક્વોડ (એટીએસ)ની ધૂરા સોંપવામાં આવી હતી.જોકે 2019માં મહાવિકાસ આઘાડી સરકાર સત્તામાં આવતાં જ ભારતીને હટાવવામાં આવ્યા હતા. તેમને મહારાષ્ટ્ર રાજ્ય સલામતી મંડળના જોઈન્ટ એમડી બનાવવામાં આવ્યા હતા, જે બિન-મહત્ત્વપૂર્ણ પોસ્ટિંગ માનવામાંઆવે છે.

13 ડિસેમ્બર, 2022ના જ ભારતીની જગ્યા ટ્રાફિકના જોઈન્ટ કમિશનર રાજવર્ધને લીધી હતી, જે સમયથી તેઓ નવા પોસ્ટિંગની વાટ જોઈ રહ્યા હતા.ભારતી સાથે એટીએસના ભૂતપૂર્વ પ્રમુખ વિનિત અગરવાલ, થાણેના ભૂતપૂર્વ પોલીસ કમિશનર બિપિન કુમાર સિંહ અને એન્ટી કરપ્શન બ્યુરોના ભૂતપૂર્વ પ્રમુખ પ્રભાત કુમાર પણ નવા પોસ્ટિંગની વાટ જોઈ રહ્યા છે.

દરમિયાન મહારાષ્ટ્ર પ્રદેશ કોંગ્રેસ કમિટીના મુખ્ય પ્રવક્તા અતુલ લોંઢેએ જણાવ્યું કે ફડણવીસ પોતાની સમાંતર અલગ યંત્રણા ઊભી કરવા પ્રયત્નશીલ છે. શિસ્તનો પ્રશાસકીય વિભાગ પોલીસ દળમાં તોડમોડ કરીને વિશેષ પોલીસ કમિશનર નિયુક્ત કરવાનું ખોટું છે.

પાંચ વર્ષ રાજ્યના મુખ્ય મંત્રી રહેલા ફડણવીસને ઉપ મુખ્ય મંત્રી બન્યા તે રુચ્યું નથી. સત્તા સ્થાપન થતાં જ તુરંત મુખ્ય મંત્રી અને ઉપ મુખ્ય મંત્રીનો દરજ્જો સમાન કરવા બે અલગ વોર રૂમ બનાવ્યા. હવે શિસ્તનું ખાતું પોલીસ વિભાગમાં એક રીતે વિભાગન કરવાનું કામ કરી રહ્યા છે.

કમિશનર બદલી નહીં શકાય તેથી...
મુંબઈના પોલીસ કમિશનરને બદલી નહીં કરી શકાય તેથી જ સ્પેશિયલ પોલીસ કમિશનરનું પદ ઊભું કર્યું છે. આ નિમણૂકને લીધે પોલીસ કમિશનર મુખ્ય મંત્રીનો અને સ્પેશિયલ કમિશનર ઉપ મુખ્ય મંત્રીનો એવો સંદેશ પહોંચ્યો છે. પોતાની રાજકીય મહત્ત્વાકાંક્ષા માટે પ્રશાસનની આ રીતે તોડફોડ અયોગ્ય છે. હવે જિલ્લામાં પણ વિશેષ જિલ્લાધિકારી, વિશેષ જિલ્લા એસપી, વિશેષ તહેસીલદાર, વિશેષ ઉપ તહેસીલદાર એવાં ઉપરથી નીચે સુધી વિશેષ પદો નિર્માણ કરીને બે સત્તા કેન્દ્ર તૈયાર કરો, એમ પણ તેમણે ટીકા કરતાં જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...