તપાસ:મુંબઈમાં ગેરકાયદે રહેતા 450 વિદેશી નાગરિકોની હકાલપટ્ટી

મુંબઈ4 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • નાનામોટા ગુના કરીને કેસનો ચુકાદો આવે ત્યાં સુધી રહેવાના કારણ શોધે છે

મુંબઈ પરિસરમાં ગેરકાયદે રહેતા 450 વિદેશી નાગરિકોને ભારતમાંથી હદપાર કરવામાં આવ્યા છે. એમાં 400 કરતા વધારે નાગરિક આફ્રિકા ખંડના હોવાની માહિતી અધિકારીઓએ આપી હતી. વિદેશી નાગરિકો પર વિભાગીય નોંધણી કાર્યાલયે (એફઆરઆરઓ) કાર્યવાહી કરી હતી.

ભારતમાં જ રહેવા માટે નાનામોટા ગુના કરીને એ કેસનો ચુકાદો આવે ત્યાં સુધી અહીં જ રહેવાની છટકબારીનો ઉપયોગ અનેક વિદેશી નાગરિકો કરે છે. ગયા વર્ષે દેશમાં 798 નાઈજિરિયન અને આફ્રિકન નાગરિકો વિરુદ્ધ ગુના દાખળ કરવામાં આવ્યા હતા. વિદેશ નાગરિક ભારત આવે ત્યારે એ જ્યાં રહેતો હોય તે હોટેલ અથવા ઠેકાણાની માહિતી આપવી ફરજિયાત હોય છે.

એના માટે તેમણે અરજી સી ફોર્મ ભરવું પડે છે. એમાં તેમની વ્યક્તિગત માહિતી, અત્યારનું સરનામુ અને ઠેકાણું અથવા વ્યક્તિનો મોબાઈલ નંબર આપવો પડે છે. જો કે ભારતમાં ગેરકાયદે રહેવા માટે અનેક જણ અરજી ભરીને નોંધણી કરાવતા નથી. તેથી વિદેશી નાગરિક વિભાગીય નોંધણી કાર્યાલય (એફઆરઆરઓ) સંબંધિત દેશના દૂતાવાસને આવા નાગરિકોની માહિતી આપે છે.

એ પછી નિયમભંગ કરીને ભારતમાં રહેતા વિદેશી નાગરિકોને શોધવા માટે એફઆરઆરઓ વિભાગ ઈંડિયન ઈન્ટેલિજન્સ બ્યુરો (આઈબી)ની મદદથી વિશેષ ઝુંબેશ ચલાવે છે. આવા નાગરિકોને પકડ્યા પછી તેમને તેમના દેશમાં મોકલવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવે છે. સંબંધિત વ્યક્તિને વિદેશ મોકલ્યા બાદ આવી વ્યક્તિનો સમાવેશ બ્લેકલિસ્ટમાં કરવામાં આવે છે.

અન્ય સમાચારો પણ છે...