શિંદેની ફટકાબાજી:પેટાચૂંટણી હારીએ પણ આખું રાજ્ય જીતીએ છીએ; ઠાકરે સાથે અજિત પવારને પણ આંટીમાં લીધા

મુંબઈ20 દિવસ પહેલા
  • કૉપી લિંક

મુખ્ય મંત્રી એકનાથ શિંદેએ શુક્રવારે વિધાનસભામાં વિરોધી પક્ષને આંટીમાં લીધા હતા. ભાજપ પેટાચૂંટણી હારે છે, પણ આખું રાજ્ય જીતે છે. યુપીમાં ભાજપ ચાર પેટાચૂંટણી હારી હતી, પણ આખું રાજ્ય જીત્યું, એમ પુણેના કસબા પેઠમાં ભાજપ- શિંદે જૂથને પછડાટ આપ્યા પછી ગેલમાં આવી ગયેલા વિરોધીઓને ટાઢા પાડતાં શિંદેએ જોરદાર ફટકાબાજી કરી હતી. ડિસ્ટન્સ એજ્યુકેશન સમજી શકીએ, પરંતુ અમે ડિસ્ટન્સ એડમિનિસ્ટ્રેશન અનુભવીએ છીએ, એમ કહીને તેમણે ઉદ્ધવ ઠાકરે પર પ્રહાર કર્યો હતો.

પરોઢિયે શપથવિધિ પરથી અજિત પવાર પર નિશાન સાધતાં તેમણે જણાવ્યું કે આગળની મજેદાર કથા દેવેન્દ્ર ફડણવીસ કહેશે ત્યારે શોક લાગશે.શિંદેએ કહ્યું કે, આ સામાન્ય લોકોની સરકાર છે. અજિત પવારે કહ્યું કે સીએમ રોડ શો કરે છે. જોકે શરદ પવારે બેઠકો યોજી હતી. સમૂહને બોલાવ્યો. તમે કાર બદલીને ક્યાં ક્યાં ગયા? આ બધું ખબર છે. અમને સવારે ત્રણ વાગ્યે ફોટો મળી ગયા હતા.શિંદેએ કહ્યું, મોદીએ રોડ શો કર્યો અને રાજ્ય જીત્યું. રાહુલ ગાંધીએ રોડ શો કર્યો અને ત્રણેય રાજ્યો હાથમાંથી નીકળી ગયાં. આઠવલેની પાર્ટીના બે ધારાસભ્યો જીત્યા, પણ તમારું બેગાની શાદી મેં અબદુલ્લા દીવાના ચાલુ છે.

કસબામાં ભૂલો થઈ છે. અમે ભવિષ્યમાં તેને સુધારીશું. અમારું કામ વોટ જીતશે. જોકે આગામી સમયમાં ચૂંટણી છે. તમે ત્રણ છો. એકનો પક્ષ ઊભો રહે તો બીજો બેસીને ભજન કરતો રહેશે કે?પવાર શિવસેનાના પ્રવક્તા : અજિત પવાર શિવસેનાના એવા પ્રવક્તા બની ગયા છે, કે તેમને પદ આપવાનું બાકી છે. તેમને સહશિવસેના પ્રમુખપદ આપી નહીં શકાય, શિવસેના અમારી પાસે છે.

અજિતદાદાએ આવા કડવા કટ્ટર શિવસૈનિક ન બનવું જોઈએ. ફરી એક વાર અન્ય લોકો માટે જગ્યા રાખો. અજિત દાદાએ કહ્યું, ચા પાછળ 2 કરોડ 40 લાખનો ખર્ચ થયો. મને કહો કે તે અઢી વર્ષની રજા હતી. ત્યાં જવા માટે કોવિડ ટેસ્ટ કરાવવો પડતો. તમે પૂછ્યું કે તેઓ સોનાનું પાણી રેડે છે? દાદાના રાજ્યભરમાંથી સોના જેવા લોકો મારી પાસે આવે છે. તેમને ચા નહીં આપવી જોઈએ? તમે કહ્યું કે તમે જાહેરાત પર ખર્ચ કરો છો. તમે જાહેરાત માટે બસ્સો-આઠસો કરોડ રાખ્યા હતા. 6 કરોડમાં તમારો અંગત પીઆર રાખ્યો હતો. બૂમાબૂમ પછી તે પાછું ખેંચવામાં આવ્યું હતું, એમ તેમણે જણાવ્યું હતું.

કામોની યાદી વાંચી સંભળાવી
શિંદેએ કહ્યું કે, મરાઠા અનામત માટે પ્રયાસો ચાલુ છે. ગત સરકારમાં દાવોસમાંથી દસ હજાર કરોડનું રોકાણ પણ નહીં આવ્યું. જોકે આ વર્ષે દાવોસમાં મહારાષ્ટ્રની વાહવાહ થઈ. સરકારે અનેક કામોને પ્રોત્સાહન આપ્યું. અમે કાંદા ઉત્પાદક ખેડૂતોના સમર્થનમાં છીએ. નાફેડ દ્વારા કાંદાની ખરીદી શરૂ થઈ ગઈ છે. વરિષ્ઠ નાગરિકો માટે મફત મુસાફરી શરૂ થઈ. બાળાસાહેબ ઠાકરે હોસ્પિટલનો લોકોને ફાયદો કરાવી રહ્યા છીએ. બે મેટ્રો પ્રોજેક્ટ લોન્ચ કરવામાં આવ્યા હતા. ખેડૂતોની સહાય બમણી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

જયંતરાવને અન્યાય થયો
શિંદેએ અજિત પવારને પૂછ્યું કે શું તમે ગેરબંધારણીય વિપક્ષી નેતા છો? જયંતરાવ પાટીલને પણ તમે અન્યાય કર્યો. તેઓ વિરોધ પક્ષના નેતા બનવા માગતા હતા. તેમણે જયંત પાટીલ સામે જોયું અને પૂછ્યું કે છે કે નહીં અને સભાગૃહમાં હાસ્યની છોળો ઊડી. શિંદેએ કહ્યું કે, પેટમાં દુખાવાના આવા કિસ્સા વારંવાર બનશે. આનો જાલીમ ઉપાય શોધી કાઢ્યો છે.

પેટના દુખાવા માટે દવા
તમે અમને મહારાષ્ટ્રના ગદ્દાર કહો છો, અમારી સરકારને ગેરબંધારણીય કહેવામાં આવે છે. શિંદેએ વિધાનસભામાં વિપક્ષના નેતા અજિત પવારને પૂછ્યું કે શું તમે ગેરબંધારણીય વિપક્ષી નેતા છો? ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે ગેરબંધારણીય સરકારી જાહેરાતો, તમામ યંત્રણા તમારા માટે કેવી રીતે કામ કરે છે. શિંદેએ એમ પણ કહ્યું કે અજિત પવાર પાસેથી આવા નિવેદનની અપેક્ષા નહોતી. મેં તમને દેશદ્રોહી નથી કહ્યા. નવાબ મલિકનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. જેમણે મુંબઈ બોમ્બ વિસ્ફોટોને અંજામ આપ્યો હતો તે હસીના પારકર સાથે અને દાઉદના માણસો સાથે મલિકે વ્યવહાર કર્યો. આ સાથે તેમણે એ પણ યાદ અપાવ્યું કે તમે રાજીનામું આપ્યા વિના તેમને સમર્થન આપ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...