આયોજન:“ગાંધી વિચાર મંચ” દ્વારા ‘મહાત્મા ગાંધી’ પર નિબંધ

મુંબઈએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 4 ભાષાઓમાં નિબંધ સ્પર્ધા, પ્રથમ ઇનામ રૂ.11,000

“ગાંધી વિચાર મંચ” નામની સામાજિક સંસ્થાના સ્થાપક સ્વર્ગીય મનમોહન ગુપ્તાની સ્મૃતિમાં ‘ગાંધી વિચાર મંચ’ દ્વારા મહાત્મા ગાંધી પર કોઈ પણ વિષય પર નિબંધ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. હિન્દી, ગુજરાતી, મરાઠી અને અંગ્રેજીમાં કોઈ પણ ભાષામાં નિબંધ લખી શકાશે. નિબંધ લખીને ઈચ્છુકો ગાંધી વિચાર મંચ, શ્રી રામ ટ્રેડ સેન્ટર, 6ઠ્ઠો માળ, એચડીએફસી બેંકની ઉપર,ચામુંડા સર્કલ પાસે, બોરીવલી (વેસ્ટ), મુંબઈ-92 પર 25 સપ્ટેમ્બર, 2022 સુધીમાં નિબંધ કુરિયર અથવા પોસ્ટ દ્વારા મોકલી શકાશે.આ સ્પર્ધા માટે પ્રથમ ઇનામ રૂ. 11,000, બીજું ઇનામ રૂ. 5001, તૃતીય ઇનામ રૂ. 2501 અને રૂ. 1000ના 10 આશ્વાસન ઇનામ, ટ્રોફી અને પ્રમાણપત્ર રાખવામાં આવ્યાં છે.

ઈનામની જાહેરાત 2 ઓક્ટોબર, 2022ના રોજ ‘ગાંધી જયંતી’ના અવસર પર કરવામાં આવશે. નિબંધ મૂળ અને અપ્રકાશિત તેમ જ ઓછામાં ઓછા 700 શબ્દો અને વધુમાં વધુ 3000 શબ્દોનો હોવો જોઈએ, જેમાં કોઈ પણ વિદ્યાર્થી, કોઈ પણ સ્ત્રી કે પુરુષ, બાળકો, યુવાનો, સાહિત્યકારો, પત્રકાર, વાર્તાકાર, નવલકથાકાર વગેરે તમામ દેશવાસીઓ ભાગ લઈ શકશે. સંસ્થાનો નિર્ણય અંતિમ નિર્ણય રહેશે, એમ યાદીમાં જણાવાયું છે.

અન્ય સમાચારો પણ છે...