ઠગાઈ:વ્યાજની લાલચે 170થી વધુ રોકાણકારો સાથે છેતરપિંડી, 30 કરોડથી વધુની ઠગાઈ હોવાથી EOW દ્વારા તપાસ

મુંબઈએક મહિનો પહેલા
  • કૉપી લિંક

આકર્ષક વ્યાજની લાલચે 170થી વધુ રોકાણકારો સાથે રૂ. 30 કરોડથી વધુની છેતરપિંડી કરવા સંબંધે એમઆરએ માર્ગ પોલીસે સિદ્ધાર્થ પિલાની નામે વ્યક્તિ સામે ગુનો દાખલ કર્યો છે. આ મામલો હવે ક્રાઈમ બ્રાન્ચની આર્થિક ગુના શાખા (ઈઓડબ્લ્યુ) દ્વારા હસ્તક લેવાયો છે.આ કેસના ફરિયાદી ચિતકરન ખુરાનાની માતા બિંદુ ન્યુમેરોલોજિસ્ટ અને આર્ટિકલ્ચર કન્સલ્ટન્ટ છે. તેના થકી આરોપીએ અનેક લોકોનો સંપર્ક કર્યો અને ઠગાઈ કરી છે. ફરિયાદી દ્વારા નોંધાવેલી એફઆઈઆર અનુસાર ખુરાના પરિવારે જૂનથી ડિસેમ્બર 2020 દરમિયાન લગભગ રૂ. 60 લાખનું રોકાણ કર્યું હતું.

બિંદુના એક ક્લાયન્ટ થકી આરોપીની ઓળખ થઈ હતી. આરોપીએ આકર્ષક વળતરોની અનેક યોજનાઓ વિશે જાણકારી આપી અને વિશે બિંદુને તેના ગ્રાહકો અને પરિચિતોને પણ જણાવવા માટે કહ્યું હતું.યોજના સારી હોવાનું જણાતાં ખુરાના પરિવારે પોતે રોકાણ કરવા સાથે અન્યોને પણ જણાવતાં તેમણે પણ રોકાણ કર્યું હતું.

આરોપીએ આ રીતે 170થી વધુ ગ્રાહકોનાં રોકાણ સ્વીકાર્યાં હતાં. આરંભમાં સારું વળતર આપ્યું, પરંતુ મોટી રકમ ભેગી થયા બાદ વળતર આપવામાં ગડબડ શરૂ કરી હતી. ખુરાના અનુસાર તેમનાં રોકાણ પર બજારમૂલ્ય અનુસાર રૂ. 13.79 કરોડનું વળતર આપવાને બદલે ફક્ત રૂ. 64.85 લાખનું જ વળતર આપ્યું હતું. આ રીતે જ અન્યો સાથે પણ ઠગાઈ કરી છે.

અન્ય સમાચારો પણ છે...