ભાસ્કર વિશેષ:કાર્યસ્થળે સુરક્ષાની સક્ષમ જાગૃતિઃ OSH ઈન્ડિયા 2022

મુંબઈ6 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બે દિવસીય પ્રદર્શનમાં ટોચના આગેવાનોનાં મહત્ત્વપૂર્ણ સત્રો સાથે જાગૃતિ ફેલાવવાનું લક્ષ્ય

ભારતમાં વ્યવસાયી સ્વાસ્થ્ય અને સુરક્ષા ઉદ્યોગમાં ક્રાંતિ સર્જાઈ રહી છે ત્યારે આ મુદ્દાને નવી ઊંચાઈ પર લઈ જતાં ભારતમાં ઈન્ફોર્મા માર્કેટ્સ દ્વારા આયોજિત ઓએસએચ ઈન્ડિયા 2022એ બોમ્બે એક્ઝિબિશન સેન્ટર, મુંબઈ ખાતે વ્યવસાયી સ્વાસ્થ્ય અને સુરક્ષા ઉદ્યોગ માટે તેનાં દ્વાર ખોલી નાખ્યાં છે. આ વર્ષે પ્રદર્શન વ્યવસાયી સ્વાસ્થ્ય અને સુરક્ષા જ્ઞાન અને ઉદ્યોગ પ્રેરિત પરિષદનાં સત્રો સાથે ગુણવત્તાયુક્ત સુરક્ષા અને સ્વાસ્થ્ય ઉત્પાદોના પ્રદર્શન થકી જાગૃતિ ફેલાવવા સાથે ભારતીય ઉદ્યોગને સમૃદ્ધ બનાવવાનાં તેનાં 10 વર્ષના વારસાની ઉજવણી કરી રહ્યું છે.

ઓએસએચ ઈન્ડિયાના ટોચના આગેવાનો અને અગ્રણી ઈનોવેટર્સ એકત્ર આવીને નવીનતમ સમાચારો અને સંશોધન, ટેકનોલોજી અને ઈનોવેશન પર માહિતીનું આદાનપ્રદાન કરી રહ્યા છે. ઉદઘાટન સમારંભમાં માનવંતા મહેમાનોમાં સન્માનનીય અતિથિ તરીકે કર્ણાટક સરકારના ડીઓએફબીઆઈએસએચના ડાયરેક્ટર કે શ્રીનિવાસ, ડીઆઈએસએચ મહારાષ્ટ્રના ડાયરેક્ટર એમ આર પાટીલ, મહાપાલિકાના આપત્તિ વ્યવસ્થાપનના પ્રમુખ મહેશ નાર્વેકર, બ્રિટિશ સેફ્ટી કાઉન્સિલના ચીફ એક્ઝિક્યુટિવ માઈક રોબિન્સન, ઈન્ડોનેશિયાના સન્માનનીય કોન્સલ જનરલ એગસ સેપ્ટોનો, મુંબઈ ફાયર બ્રિગેડના ડે. ચીફ ફાયર ઓફિસર ડી કે ઘોષ, સામાના એક્ઝિક્યુટિવ અને મેમ્બરશિપના ચેરમેન દિપેશ શાહ, ભારતમાં ઈન્ફોર્મા માર્કેટ્સના મેનેજિંગ ડાયરેક્ટર યોગેશ મુદ્રાસ, સિનિયર ગ્રુપ ડાયરેક્ટર અને ડિજિટલ હેડ પંકજ જૈન વગેરે હાજર હતા.કાર્યસ્થળે સુરક્ષા અને સ્વાસ્થ્યમાં વ્યાપક સહભાગ હાંસલ કરવા અને જાગૃતિ વધારવાના લક્ષ્ય સાથે ઓએસએચ ઈન્ડિયા મૂલ્યવાન નેટવર્કિંગ તકો પૂરી પાડશે અને વ્યાપક શ્રેણીનાં ઉત્પાદનો અને સેવાઓ પ્રદર્શિત કરી રહી છે. આ વર્ષની આવૃત્તિમાં 160 પ્રદર્શનકારીઓ, 200 બ્રાન્ડ્સ અને 40થી વધુ વક્તાઓ છે. બે દિવસના આ પ્રદર્શનમાં 7000થી વધુ મુલાકાતીઓ આવવાની ધારણા છે.

સ્વાસ્થ્ય અને સુરક્ષા ધારાનું રક્ષણ
ઓએસએચ ઈન્ડિયાની 10મી એનિવર્સિરીની આવૃત્તિ પર બોલતાં યોગેશ મુદ્રાસે જણાવ્યું હતું કે “કર્મચારીઓની વ્યવસાયી સુરક્ષા અને સ્વાસ્થ્ય કોઈ પણ સંસ્થાકીય અસરકારકતાનું માપન કરવામાં મહત્ત્વપૂર્ણ પરિબળ છે. ભારત વિવિધ વ્યવસાયોમાં અલગ અલગ ક્ષેત્રોમાં વ્યાપક કાર્યબળ ધરાવે છે.

જોકે દેશના 500 મિલિયન કર્મચારીઓમાં 10 ટકાથી ઓછાને સ્વાસ્થ્ય અને સુરક્ષા ધારાનું રક્ષણ છે અને એપિડેમિયોલોજિસ્ટોનો અંદાજ છે કે ભારતનું યોગદાન સ્વાસ્થ્ય અને સુરક્ષા સંબંધી દુર્ઘટનાઓના વૈશ્વિક કેસમાં 17 ટકાથી વધુ છે. અસુરક્ષિત કાર્યસ્થળો ખાતે વધતી દુર્ઘટનાઓએ વૈશ્વિક સ્તરે કંપનીઓમાં વ્યવસાયી સ્વાસ્થ્ય અને સુરક્ષાની અભિમુખતાના મહત્ત્વ તરફ ધ્યાન ખેંચ્યું છે.

અન્ય સમાચારો પણ છે...