ઉદ્ધવ ઠાકરેનો સાદ:રાજ્યના રાજકારણમાંથી કટુતા ખતમ કરો ઉદ્ધવ ઠાકરેનો સાદ

મુંબઈએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • દેવેન્દ્ર ફડણવીસ હળીમળીને રહેનારા હતાં પણ સત્તા ગુમાવતાં બગડ્યા

રાજ્યના રાજકારણમાં નિર્માણ થયેલી કટુતા ખતમ કરો એવો સાદ શિવસેનાના ઠાકરે જૂથના મુખપત્ર સામના થકી ઉપ મુખ્ય મંત્રી દેવેન્દ્ર ફડણવીસને પાડવામાં આવ્યો છે. રાજ્યના રાજકારણમાં કટુતા નિર્માણ થઈ છે એવું વક્તવ્ય ફડણવીસે હાલમાં કર્યું હતું. તે પરથી ઠાકરેએ કટુતા ખતમ કરવા આગેવાની લેવા અનુરોધ કર્યો છે. જોકે આ ખરેખર અનુરોધ છે કે પછી ફડણવીસની ટીકા કરી છે તે વિશે ચર્ચા શરૂ થઈ છે. શિંદે જૂથ પર પણ નિશાન સાધવામાં આવ્યું છે.

ફડણવીસનો મૂળમાં સ્વભાવ બધા સાથે હળીમળીને રહેવાનો હતો, પરંતુ સત્તા ગુમાવ્યા પછી તેઓ બગડી ગયા હતા. સત્તા આવે અને જાય છે, માણસે મૂળ સ્વભાવ બદલવાની જરૂર નથી. જીત પછી ખુશી થતી હોય તો ઉન્માદ ચઢવો તો પ્રૌઢત્વનું લક્ષણ મનાતું નથી. ફડણવીસમાં નવા સત્તાંતર પછી પ્રૌઢપણું આવ્યું હોવાનું જણાવા લાગ્યું છે.મહારાષ્ટ્રના રાજકારણમાં કટુતા સાથે વેરઝેરના રાજકારણનો ઝેરી પ્રવાહ પણ ઊછળી રહ્યો છે અને આ પ્રવાહનું મૂળ ભાજપના તાજેતરના રાજકારણમાં છે.

જોકે તે બાબતે ફડણવીસ જેવા નેતાઓને હવે દુઃખ થવા લાગ્યું છે તોતે ઝેરનું અમૃત કરવાનું કામ પણ તેમણે જ કરવું પડશે, એવી સલાહ આપવામાં આવી છે.મહારાષ્ટ્રના રાજકારણમાં કટુતા રહેવી નહીં જોઈએ અને રાજ્યના કલ્યાણ માટે બધાએ એકત્ર બેસવું જોઈએ તે જ રાજ્યની પરંપરા છે. રાજકારણમાં વ્યક્તિગત કાદવફેંક કરતી વખતે કોઈ પણ ફિકર કરાતી નથી અને તે માટે ભાજપે અમુક ભૂંકનારા કૂતરાઓને પ્રશિક્ષણ આપ્યું છે.

તો ફડણવીસ આજે વર્ષા બંગલોમાં હોત
ફડણવીસે કહ્યું હતું કે યુતિ તોડવનો નિર્ણય ઠાકરેનો પૂર્વનિયોજિત હતો. તે કયા આધાર પર? શિવસેનાને શબ્દ આપીને અઢી વર્ષ મુખ્ય મંત્રીપદ આપવાનો ઈનકાર કર્યો ત્યાં જ કટુતાના તણખા ઝર્યા. જો શિવસેનાને મુખ્ય મંત્રીપદ આપવાનો શબ્દ જ નહોતો તો પછી હવે ફૂટેલા શિંદે જૂથને મુખ્ય મંત્રીપદ કઈ રીતે આપ્યું? જો પહેલાં જ આ કર્યું હોત તો રાજ્યમાં કટુતા ઊભી થઈ નહીં હોત અને ફડણવીસને દુઃખ પણ થયું ન હોત. જોકે આમ છતાં તેમના મનમાં કટુતા દૂર કરવાનો વિચાર આવ્યો તે મહત્ત્વપૂર્ણ છે. ફડણવીસ સાગર બંગલો પર ખુશ છે, પરંતુ ગયા વખતે ભાજપે શબ્દ પાળ્યો હોત તો તેઓ આજે વર્ષા બંગલો પર હોત અને દિવાળીમાં અમે તેમની પાસે ફરાળ ખાવા માટે ગયા હોત, એમ પણ સામનામાં જણાવાયું છે.

અન્ય સમાચારો પણ છે...