મહારાષ્ટ્રનો બ્લેકઆઉટથી છુટકારો:વીજ કર્મીઓએ હડતાળ પાછી ખેંચી!

મુંબઈ24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ખાનગીકરણ નહીં થાય અને કર્મચારીઓના હિતમાં નિર્ણય લેવાશે એવી ઊર્જામંત્રીની ખાતરી

મહારાષ્ટ્રના ઉપ મુખ્ય મંત્રી અને રાજ્યના ઊર્જા મંત્રી દેવેન્દ્ર ફડણવીસે બુધવારે જાહેરાત કરી હતી કે વીજ કંપનીનું ખાનગીકરણ કરવાની કોઈ જરૂર નથી. મુંબઈમાં વીજ કર્મચારી સંગઠનોના પદાધિકારીઓ સાથે મળેલી બેઠકમાં કેટલાક મુદ્દાઓ પર સહમતિ બની હતી. તે સિવાય તેમણે આ બેઠકમાં સ્પષ્ટતા કરી હતી કે વીજ કર્મચારીઓના હિતમાં નિર્ણય લેવામાં આવશે.

દેવેન્દ્ર ફડણવીસે બુધવારે વીજ કર્મચારી સંગઠનના પદાધિકારીઓ સાથે યોજાયેલી બેઠક બાદ પત્રકાર પરિષદમાં આ માહિતી આપી હતી. ફડણવીસે જણાવ્યું હતું કે, સરકાર સાથેની બેઠકમાં લગભગ 32 સંગઠનના પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો. અમે ત્રણથી ચાર મુદ્દા પર હકારાત્મક ચર્ચા કરી હતી. રાજ્ય સરકાર પોતાની માલિકીની વીજ કંપનીઓનું ખાનગીકરણ ઈચ્છતી નથી. તેનાથી વિપરીત રાજ્ય સરકાર પોતે ત્રણ વર્ષમાં 50 હજાર કરોડનું રોકાણ કરશે. આથી અમે ખાનગીકરણ નહીં કરીએ.

ફડણવીસે સ્પષ્ટતા કરી હતી, કે સ્પષ્ટ છે કે કોઈ ખાનગીકરણ નથી. હડતાળનું કારણ ખાનગી કંપનીઓને સમાંતર લાઈસન્સ આપવાની બાબતનું હતું. ખાનગી કંપનીને આ લાયસન્સ આપવા અંગે એક ખાનગી કંપનીએ એમઈઆરસીમાં અરજી કરી છે. જોકે તેનાથી કર્મચારીઓ કે વીજ ગ્રાહકોને કોઈ અસર થવાની નથી.

બીજી બાજુ સંગઠનોનું કહેવું હતું કે ખાનગી કંપનીઓને સમાંતર લાઈસન્સ આપવા સામે અમારો વિરોધ છે, કારણ કે સમાંતર લાઇસન્સ આવ્યા બાદ તેની અસર મહાવિતરણ સહિત અન્ય સરકારી કંપનીઓના નફા પર અસર થશે.

ફડણવીસે કહ્યું કે એમઈઆરસીટી નોટિફિકેશન બહાર પાડશે. અમારી કંપનીના હિતોને જોતા, અમે કેટલીક બાબતોની હરીફાઈમાં ભાગ લઈશું. હું સ્પષ્ટ ખાતરી આપીશ કે કાયદા મુજબ રાજ્ય સરકારને ઉપલબ્ધ સત્તાનો ઉપયોગ કરીને અમારી કંપનીના હિતમાં એમઇઆરસીમાં રજૂઆત કરાશે.

અટકેલા નિર્ણયો પર પુનઃવિચાર : અમે હાઈડ્રોપાવર પ્રોજેક્ટને લઈને કેબિનેટનો નિર્ણય લેવા જઈ રહ્યા છીએ. અમે અટકેલા નિર્ણય પર પુનર્વિચાર કરીશું. યુનિયનની માંગણીઓ અને સરકારની વિચારસરણીમાં બહુ અંતર નથી, પરંતુ જો કોમ્યુનિકેશન ગેપ હશે તો અમે તેને ઘટાડીશું. યુનિયનને પણ અમારી ભૂમિકા યોગ્ય લાગે છે.

કોન્ટ્રાક્ટ કર્મચારીઓને રાહત મળશે
ફડણવીસે વધુમાં કહ્યું, કે કોન્ટ્રાક્ટ કામદારોના સંદર્ભમાં, તેમને કેટલાક વધારાના લાભો આપવા જોઈએ. અમે તેમને વિશેષ કેસ તરીકે પ્રાથમિકતા આપવાના છીએ. તેઓ સેવામાં કેવી રીતે ફિટ થશે તે અંગે વિચારણા કરવામાં આવશે.

કોન્ટ્રાક્ટ કર્મચારીઓને નિયમ મુજબ જે મળવું જોઈએ તેનાથી ઓછું મળે છે. અમે આ અંગે એક સિસ્ટમ બનાવવા જઈ રહ્યા છીએ. કોઈ પણ વ્યક્તિએ તેમના શેરમાંથી કોઈ પણ પૈસા ઉપાડવા માટે સમર્થ હોવું જોઈએ નહીં. અમે આ અંગે યુનિયન સાથે ચર્ચા કરવાના છીએ.

અન્ય સમાચારો પણ છે...