ભાસ્કર વિશેષ:ઈલેક્ટ્રિક વેહિકલ ચાર્જિંગ સ્ટેશનની સુવિધા શરૂ

મુંબઈ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મુંબઈ એરપોર્ટ પર ટર્મિનલ 1 અને 2ના મલ્ટી- લેવલ કાર પાર્કિંગમાં શરૂ કરાયું

ઈલેક્ટ્રિક વાહનો પ્રત્યે ગ્રાહકોનો વધતો ઝુકાવ ધ્યાનમાં લેતાં મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ ઈન્ટરનેશનલ એરપોર્ટ પણ હવે પાછળ રહેવા માગતું નહીં હોય તેમ ટર્મિનલ 1 અને 2 ખાતે છ મજબૂત ડીસી ફાસ્ટ ઈવી ચાર્જિંગ સ્ટેશનની સુવિધા કરવામાં આવી છે. આ ચાર્જિંગ સ્ટેશન એરપોર્ટ પર આવતા પ્રવાસીઓ અને મહેમાનો માટે પણ પબ્લિક ચાર્જિંગ સ્ટેશન તરીકે સેવા માટે ઉપલબ્ધ અને ખુલ્લા છે.

પરિવર્તનના રાજદૂત તરીકે યોગદાન આપતાં એરપોર્ટ દ્વારા ટર્મિનલ 1 ખાતે પી1- મલ્ટી લેવલ કાર પાર્કિંગમાં અને ટર્મિનલ 2 ખાતે પી5- એમએલસીપી અને એરપોર્ટની એરસાઈડ પર ઈવી ચાર્જિંગ સ્ટેશન ઉપલબ્ધ થશે. ખાનગી માલિકીની ઈવી માટે એમએલસીપી ખાતે ઈવી ચાર્જિંગ સ્ટેશનની સુવિધાનો ઉપયોગ કરનારા પાસેથી ફક્ત ચાર્જિંગ સેશન્સ સામે પૈસા લેવાશે. વળી, ઈવી ઉપભોક્તાઓને પાર્કિંગ ફી સામે કપાત અપાશે.

આ ડીસી ફાસ્ટ ચાર્જર્સ છે, જે દેશમાં પ્રવર્તમાન બધી કાર માટે ચાલી શકશે. હાલમાં 60 કિલોવેટ અને 40 કિલોવેટ ચાર્જર ટૂંક સમયમાં જ 60 કિલોવેટ અને 240 કિલોવેટ ક્ષમતાનાં કરાશે. એરપોર્ટના પ્રવક્તાએ જણાવ્યું કે પર્યાવરણીય અને સામાજિક રીતે સતર્ક સંસ્થા તરીકે અમે સક્ષમ રીતે સંચાલન કરીએ છીએ.

આ ચાર્જિંગ સ્ટેશન હરિત પર્યાવરણ માટે વિવિધ કાર્યક્રમો થકી એકધાર્યા પ્રયાસો કરવા અમારા પૂર્વસક્રિય પગલાંનો દાખલો છે. આ સાથે મુંબઈ એરપોર્ટ દુનિયામાં સૌથી સક્ષમ એરપોર્ટમાંથી એક છે, જે પ્રવાસીઓને બહેતર અને સક્ષમ આવતીકાલ માટે શ્રેષ્ઠતમ પૂરું પાડવા આ કાર્યક્ષમ અને હરિત વ્યવહારો અપનાવે છે.

અન્ય સમાચારો પણ છે...