હત્યાકાંડ:શ્રદ્ધા વાલકર હત્યાકાંડમાં ઈલેક્ટ્રિક કટર કે કરવતનો ઉપયોગ થયો હશે

મુંબઈ16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પોલીસને હજુ પણ હત્યામાં વપરાયેલું શસ્ત્ર મળ્યું નથી

લિવ-ઈન પાર્ટનર શ્રદ્ધા વિકાસ વાલકર (27)ની હત્યા કરીને શરીરના 35 ટુકડા કરનારા આફ્તાબ અમીન પૂનાવાલા (28)એ મોટી કરવતનો ઉપયોગ કર્યો હશે એમ ફોરેન્સિક નિષ્ણાતો અને આવા કેસ હાથ ધરનારા વકીલો કહે છે. આફ્તાબે વાપરેલું શસ્ત્ર હજુ મળ્યું નથી. જોકે અમુક અહેવાલો સૂચવે છે કે ગુનામાં મોટું ચોપર અથવા કરવતનો ઉપયોગ થયો હોઈ શકે.

આફ્તાબે ગુનો કબૂલ કર્યો છે. જોકે તેના વકીલે આ દાવાનો નકારી કાઢ્યો છે. નિષ્ણાતો કહે છે કે ભૂતકાળમાં આવા કેસમાં ઈલેક્ટ્રિક કટર અથવા 18થી20 ઈંચની કરવતનો ઉપયોગ થયો હતો. ફોજદારી કેસ લડતા આર વી કિણીએ જણાવ્યું હતું કે 2008માં ફિલ્મ નિર્માતા નીરજ ગ્રોવરના શરીરના 30 ટુકડા કરીને બેગમાં ભરી મુંબઈની બહાર લઈ જઈ બાળી મુકાયા હતા.

આ કેસમાં દક્ષિણની અભિનેત્રી મારિયા મોનિકા સુસાઈરાજ અને તેના પ્રેમી એમિલી જેરોમ જોસેફની ધરપકડ કરાઈ હતી. તેમણે પાતળી બ્લેડ સાથેનુ ચોપર અને આશરે 18 ઈંચનું હાથ સાથેનું કરવતનો પણ ઉપયોગ કર્યો હતો.

શરીરના ટુકડાઓને બાળી નખાતાં ચોક્કસ કેટલા ટુકડા કર્યા હશે તે નક્કી થયું નહોતું, પરંતુ મને લાગે છે કે 30 ટુકડા તો હશે જ. શ્રદ્ધાની હત્યામાં પણ આવું જ શસ્ત્ર ઉપયોગ કરાયું હશે એવું મને લાગે છે, એમ કિણીએ જણાવ્યું હતું.

2010માં રાજેશ ગુલાટીએ તેની પત્નીની દહેરાદુનમાં હત્યા કરી હતી. તેણે આયર્ન કટર, વૂડ ચિપર અને પથ્થરના કટરથી શરીરના 70થી વધુ ટુકડા કર્યા હતા. ઘટનાસ્થળથી આયર્ન કટર કઈ રીતે ઉપયોગ કરવું તેની માહિતી આપતું પુસ્તક પણ જપ્ત કર્યું હતું.

આ કેસમાં ફરિયાદ પક્ષ વતી હાજર રહેલા ઉત્તરાખંડ સરકારના ડપ્યુટી એડવોકેટ જનરલ જે એસ વર્કે જણાવ્યું કે ગુલાટીએ પત્નીની હત્યા પછી મૃતદેહની ઓળખ નહીં થાય તે માટે શરીરના અનેક ટુકડા કરવા ઘણાં બધાં શસ્ત્રોનો ઉપયોગ કર્યો હતો.અખબારી અહેવાલો 70 ટકા કહે છે, પરંતુ મને લાગે છે કે આશરે 30 કે 40 ટુકડા જ કર્યા હતા અને તે રાખવા માટે બજારમાંથી ડીપ ફ્રીઝર ખરીદી લાવ્યો હતો. ગુલાટી અને આફ્તાબના કેસમાં ઘણી બધી સામ્યતા જણાય છે. બંનેએ અલગ અલગ જગ્યાએ ટુકડીઓ ફેંકીને નિકાલ કરવાનો પ્રયાસ કર્યો હતો.

એક વરિષ્ઠ ફોરેન્સિક ડોક્ટરે જણાવ્યું કે મેં અનેક ટુકડા કરેલા શરીરનું પોસ્ટમોર્ટમ કર્યું છે, જેમાં શરીરના ઢાંચાને આધારે તેને સાંધાઓમાંથી 12થી 13 ટુકડા આસાની કરી શકાય છે એવું લાગે છે. જોકે 13થી વધુ ટુકડા કરવાના હોય તો ઈલેક્ટ્રિક પર ચાલતી કરવત અથવા કટરની જરૂર પડી શકે છે. આવાં શસ્ત્રોથી શરીરના ટુકડા જૂજ મિનિટોમાં કરી શકાય છે.

ઈલેક્ટ્રિક કટરમાં અવાજ વધુ થતો હોવાથી ગુનેગારો કરવતનો ઉપયોગ કરતા હોય છે, જેમાં વધુ પ્રયાસ અને સમય લાગે છે. ઘણા બધા કેસમાં સૌપ્રથમ ધારદાર છરીથી ત્વચા કાઢવામાં આવી, જે પછી કરવતથી હાડકાં કાપવામાં આવ્યાં હતાં. કરવત ત્વચા પર આસાનીથી ચાલતી નથી, જેથી ત્વચા કાઢવાથી હાડકાં કાપવાનું આસાન બની જાય છે.

અન્ય સમાચારો પણ છે...