ચૂંટણી પંચને નિર્દેશ:મંજૂરી વિના જાહેર થયેલી 365 સીટ પર અનામત વિના ચૂંટણી

મુંબઈ6 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કોઈ નવી અધિસૂચના જારી ન કરવાનો સુપ્રીમનો રાજ્ય ચૂંટણી પંચને નિર્દેશ

સુપ્રીમ કોર્ટે ઓબીસી અનામત બાબતે નિર્દેશ આપ્યો હતો. ઓબીસી અનામતને મંજૂરી આપ્યા પહેલાં જાહેર થયેલી 365 સીટ પરની ચૂંટણી ઓબીસી અનામત વિના જ થશે એમ સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યું છે. આ ચૂંટણી માટે કોઈ પણ પ્રકારની નવી અધિસૂચના જારી કરી શકાશે નહીં એમ સુપ્રીમ કોર્ટે જણાવ્યું છે. રાજ્ય ચૂંટણી પંચ આ નિર્દેશનું પાલન નહીં કરે તો એને કોર્ટનું અવમાન કર્યું એમ સમજવામાં આવશે એવી ચોખવટ સુપ્રીમ કોર્ટે કરી છે.

બાંઠિયા પંચે ઓબીસીને 27 ટકા અનામત આપવાની ભલામણ કરી છે. આ અનામત આપતા અનુસૂચિત જાતી અને અનુસૂચિત જમાતી તેમ જ ઓબીસીની સભ્ય સંખ્યા 50 ટકા કરતા વધુ ન થાય એવી શરત છે. એ અનુસાર રાજ્યની 27 મહાપાલિકાઓમાં ઓબીસી માટે જુદી જુદી સીટ અનામત કરવામાં આવી છે. બેકવર્ડ ક્લાસ ઓફ સિટિઝન પ્રવર્ગમાં ઓબીસીનો સમાવેશ કરીને તેમના માટે કેટલીક સીટ અનામત કરવામાં આવી છે. સુપ્રીમ કોર્ટે બાંઠિયા પંચનો અહેવાલ માન્ય રાકતા રાજ્યમાં ઓબીસી રાજકીય અનામત લાગુ કરવા મંજૂરી આપી હતી.

રાજ્ય ચૂંટણી પંચે 92 નગરપરિષદની ચૂંટણી જાહેર કરી હતી. આ નગરપરિષદની ચૂંટણી જાહેર થઈ ત્યારે સુપ્રીમ કોર્ટમાં ઓબીસી અનામત બાબતે સુનાવણી ચાલુ હતી. આ 92 નગરપરિષદમાં ચૂંટણી ઓબીસી અનામત સાથે કરવાનો રાજ્ય સરકારનો પ્રયત્ન ચાલુ હતો.

સુપ્રીમ કોર્ટે ઓબીસી અનામત બાબતે ચુકાદો આપ્યો ત્યારે આ સંદર્ભની ચૂંટણી પ્રક્રિયા ચાલુ થઈ હતી. તેથી હવે ત્યાં ઓબીસી અનામત લાગુ કરવા સુપ્રીમ કોર્ટે નકાર આપ્યો છે. રાજ્ય ચૂંટણી પંચે 14 જુલાઈના 92 નગરપરિષદની ચૂંટણી પર સ્ટેની ઘોષણા કરી હતી.

કયા જિલ્લાઓમાં ચૂંટણી?
પુણે, સાતારા, સાંગલી, સોલાપુર, કોલ્હાપુર, નાશિક, ધુળે, નંદુરબાર, જલગાવ, અહમદનગર, ઔરંગાબાદ, જાલના, બીડ, ઉસ્માનાબાદ, લાતુર, અમરાવતી અને બુલડાણા એમ 17 જિલ્લાની92 નગરપરિષદ અને 4 નગરપંચાયતની ચૂંટણી થવાની હતી.

અન્ય સમાચારો પણ છે...