શિંદે કેમ્પને ચૂંટણી ચિહન ફાળવવાના નિર્ણયને યોગ્ય ઠરાવ્યો:શિંદે જૂથને ચૂંટણી ચિહન યોગ્ય રીતે જ ફાળવાયું - પંચની દલીલ

મુંબઈ14 દિવસ પહેલા
  • કૉપી લિંક

શિવસેના બે જૂથમાં વિભાજિત થયા પછી, ચૂંટણી પંચે તેના ચૂંટણીચિહનને લઈને વિવાદ પર સુપ્રીમ કોર્ટમાં જવાબ દાખલ કર્યો છે. ચૂંટણી પંચે શિંદે કેમ્પને ચૂંટણી ચિહન ફાળવવાના નિર્ણયને યોગ્ય ઠરાવ્યો છે અને કહ્યું છે કે આ એક તર્કસંગત આદેશ છે અને તેમાં ઉદ્ધવ જૂથ દ્વારા ઉઠાવવામાં આવેલા તમામ મુદ્દાઓનો સમાવેશ થાય છે.

આ પહેલા શિંદે જૂથને રાહત આપતાં સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે હાલ સુધી શિવસેનાનું નામ અને પ્રતીક શિંદે જૂથ પાસે જ રહેશે. ઉદ્ધવ ઠાકરે પાસે (ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે શિવસેના) નામ અને મશાલ ચૂંટણીચિહન રહેશે. આ સાથે સુપ્રીમ કોર્ટે ચૂંટણીપંચ અને શિંદે જૂથ પાસે જવાબ માગ્યો હતો. ચૂંટણીપંચે જવાબ આપતાં કહ્યું કે તે ઠાકરે કહે છે તેને રદિયો આપે છે. ચૂંટણીપંચનો નિર્ણય વહીવટી નહોતો, અર્ધન્યાયિક હતો. નિર્ણય લેતી સંસ્થાને પક્ષકાર બનાવીને જવાબ માગી શકાય નહીં.

સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે તે ચૂંટણી પંચના નિર્ણય પર રોક લગાવી શકાય નહીં. સુપ્રીમ કોર્ટની ટિપ્પણીથી સ્પષ્ટ થઈ ગયું છે કે અત્યારે માત્ર શિંદે જૂથ જ અસલી શિવસેના કહેવાશે. આ સિવાય સુપ્રીમ કોર્ટે ચૂંટણી પંચના નિર્ણય વિરુદ્ધ ઉદ્ધવની અરજી પર નોટિસ જારી કરી હતી. કોર્ટે શિંદે જૂથ અને ચૂંટણી પંચ પાસેથી બે સપ્તાહમાં જવાબ માગ્યો હતો.

ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ, જસ્ટિસ પીએસ નરસિમ્હા અને જસ્ટિસ જેબી પારડીવાલાની ખંડપીઠે નોટિસ જારી કરી હતી પરંતુ શિંદે જૂથને અસલી શિવસેના તરીકે ઓળખવાના ચૂંટણીપંચના નિર્ણય પર રોક લગાવવાનો ઇનકાર કર્યો હતો અને કહ્યું હતું કે બીજી બાજુ સાંભળ્યા વિના આ કરી શકાય નહીં.

શિંદે જૂથના વકીલે બેન્ચને કહ્યું કે તે આ દરમિયાન ઠાકરે જૂથના ધારાસભ્યોને ગેરલાયક ઠેરવવા માટે કોઈ વ્હિપ જારી કરશે નહીં અથવા પ્રક્રિયા શરૂ કરશે નહીં. બેન્ચે કહ્યું, ‘ઠીક છે, નોટિસ જારી છે. બે અઠવાડિયાની અંદર કાઉન્ટર એફિડેવિટ ફાઇલ કરો.

અન્ય સમાચારો પણ છે...