ચૂંટણી:રાજ્યની 1166 ગ્રામ પંચાયતોની ચૂંટણીની તારીખ જાહેર કરાઈ

મુંબઈ20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 13 ઓકટોબરના મતદાન અને સરપંચ માટે સીધા ચૂંટણી

રાજ્યના 18 જિલ્લાઓના 82 તાલુકાઓમાંની 1166 ગ્રામ પંચાયતની ચૂંટણી રાજ્ય ચૂંટણી પંચે જાહેર કરી છે. આ ગ્રામ પંચાયતોની ચૂંટણી માટે 13 ઓકટોબર 2022ના મતદાન થશે. ચૂંટણી માટેની આચારસંહિતા પણ લાગુ થઈ હોવાનું પંચે જણાવ્યું છે. આ ગ્રામ પંચાયતોની ચૂંટણીની મતગણતરી 14 ઓકટોબરના પાર પડશે એમ રાજ્ય ચૂંટણી કમિશનર યુ.પી.એસ.મદાને જણાવ્યું હતું. આ વખતની ચૂંટણીથી સરપંચની પસંદગી સીધા થશે.

સંબંધિત તાલુકાના તહેસીલદાર 13 સપ્ટેમ્બર 2022ના ચૂંટણી નોટિસ જાહેર કરશે. ચૂંટણી માટે ઉમેદવારી અરજી 21 થી 27 સપ્ટેમ્બર દરમિયાન દાખલ કરી શકાશે. જો કે 24 અને 25 સપ્ટેમ્બર 2022ના શનિવાર અને રવિવારની રજા હોવાથી આ બે દિવસ ઉમેદવારી અરજી દાખલ કરી શકાશે નહીં. દાખલ થયેલી અરજીની ચકાસણી 28 સપ્ટેમ્બર 2022ના થશે. 30 સપ્ટેમ્બર 2022ના બપોરે ત્રણ વાગ્યા સુધી ઉમેદવારી અરજી પાછી ખેંચી શકાશે.

એ જ દિવસે ચૂંટણી ચિહ્નની વહેંચણી થશે. ગ્રામ પંચાયત ચૂંટણીમાં મતદાન 13 ઓકટોબર 2022ના સવારના 7.30 થી સાંજે 5.30 વાગ્યા સુધી થશે. મતગણતરી બીજા દિવસે એટલે કે 14 ઓકટોબર 2022ના થશે. રાજ્યમાં થયેલી મોટી રાજકીય ઉથલપાથલ પછી આ ચૂંટણી થવાની હોવાથી બધા જ રાજકીય પક્ષ જોર લગાડશે.

અન્ય સમાચારો પણ છે...