રાજકિય વર્તુળોમાં ચર્ચા:એકનાથ શિંદે અને ઉદ્ધવ ઠાકરે એક મંચ પર આવે એવી શક્યતા

મુંબઈ22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બાળાસાહેબના તૈલ ચિત્રના અનાવરણમાં ઉપમુખ્યમંત્રી ફડણવીસ પણ હાજર રહેશે

મહારાષ્ટ્રના રાજકારણમાં આગામી દિવસોમાં એક કાર્યક્રમને લઇને રાજકિય વર્તુળોમાં ચર્ચાનો વિષય બનશે અને એ માટેની રાજકિય ગલીયારોમાં ઇતેજારી ગઇ છે. શિવસેના પ્રમુખ બાળાસાહેબ ઠાકરેની જન્મજયંતિ 23 જાન્યુઆરીએ છે. વિધાન ભવનના સેન્ટ્રલ હોલમાં શિવસેના પ્રમુખ બાળાસાહેબ ઠાકરેના તૈલ ચિત્રનું અનાવરણ કરવામાં આવશે.

આ પ્રસંગે મુખ્યમંત્રી એકનાથ શિંદે, નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ અને પૂર્વ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે એક મંચ પર આવે તેવી શક્યતા છે. આ કાર્યક્રમમાં ઉદ્ધવને આમંત્રિત કરવામાં આવશે. જો તેઓ આ આમંત્રણ સ્વીકારશે તો રાજ્યનું રાજકારણ હાલની કડકડતી ઠંડીમાં ચોક્કસ ગરમ થશે.શિવસેનામાં ઊભા થયેલા વિભાજન પછી, રાજ્યમાં મુખ્ય પ્રધાન એકનાથ શિંદે અને નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસની સરકાર રચાઈ. શિવસેનાના 40 ધારાસભ્યો શિંદે સાથે ગયા ત્યારે ઉદ્ધવ ઠાકરેને મોટો આંચકો લાગ્યો હતો.

શિંદે જૂથે કહેવાનું શરૂ કર્યું કે અમે જ અસલી શિવસેના છીએ. શિંદે અને ઠાકરે વચ્ચે આક્ષેપબાજીનો દોર ચાલી રહ્યો હતો. આ કારણે તેમની વચ્ચેની ખાઈ વધતી જ ગઈ.નાગપુર સત્રના પ્રસંગે, ઉદ્ધવ ઠાકરેએ વિધાન પરિષદમાં ચર્ચામાં ભાગ લીધો હતો.

તો ત્રણેય નેતાઓ એકસાથે જોવા મળશે
મુખ્યમંત્રી એકનાથ શિંદે અને નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ આ કાર્યક્રમમાં હાજરી આપે તેવી અપેક્ષા છે. આ કાર્યક્રમમાં પૂર્વ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેને પણ આમંત્રિત કરવામાં આવશે. પરંતુ શું ઉદ્ધવ ઠાકરે આ આમંત્રણ સ્વીકારશે? એવો સવાલ હવે ઉઠી રહ્યો છે.

જો ઠાકરે આ કાર્યક્રમનું આમંત્રણ સ્વીકારશે તો ત્રણેય નેતાઓ સાથે જોવા મળશે. જો ઉદ્ધવ ઠાકરે આ કાર્યક્રમમાં હાજરી આપે છે, તો સત્તાના હસ્તાંતરણ પછી એકનાથ શિંદે અને નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસને સાથે જોવાની દુર્લભ તક હશે. ત્રણેય નેતાઓ વચ્ચે શું થશે ચર્ચા? તે જોવાનું રસપ્રદ રહેશે કે શું તેઓ એકબીજા સાથે વાતચીત કરશે. આ સંદર્ભમાં, 23 જાન્યુઆરી ખૂબ જ મહત્વપૂર્ણ દિવસ હશે.

અન્ય સમાચારો પણ છે...