હુમલો:માથાફરેલ વિદેશી નાગરિકના ચાકુ હુમલામાં 8 લોકો ઘાયલ

મુંબઈએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વિદેશીએ ચર્ચગેટમાં પરિસરમાં અનેક નાગરિક પર ચાકુથી હુમલો કર્યો

એક વિદેશી માથાફરેલ નાગરિકે ચર્ચગેટ પરિસરમાં અનેક જણ પર ચાકુથી હુમલો કર્યો હતો. આ ઘટનામાં 8 જણ જખમી થયા હતા જેમાં એકની તબિયત ગંભીર છે. જખમી લોકોને સારવાર માટે જી.ટી. અને જે.જે. હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આ ઘટનાની માહિતી મળ્યા પછી પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને આ માથાફરેલ શખસને તાબામાં લીધો હતો. આ પ્રકરણે કેન્યાના નાગરિક જોન મોન્ટી (50) નામના આરોપી વિરુદ્ધ આઝાદ મેદાન પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

જોન ચાકુ લઈને ફેશન સ્ટ્રીટ પરિસરમાં હાઈ કોર્ટની દિશામાં દોડી રહ્યો હતો. એ સમયે રસ્તામાં સામે આવનારા અનેક જણ પર એણે ચાકુથી વાર કર્યો હતો. કેટલાક નાગરિક એને પકડવા પાછળ દોડ્યા હતા. આ બાબતની માહિતી પોલીસને મળતા ઘટનાસ્થળે પહોંચી હતી. જોનને પકડવાના પ્રયત્નમાં એણે પોલીસ પર પણ વાર કર્યા હતા. જો કે ચારપાંચ પોલીસે સાથે મળીને એને પકડી લીધો હતો. જખમી લોકોમાંથી 4 જણને જી.ટી. હોસ્પિટલમાં અને બાકી 4 જણને જે.જે. હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જખમીમાં એક જણની તબિયત ગંભીર છે. આ ઘટનામાં આરોપી પોતે પણ જખમી થયો હતો.

અન્ય સમાચારો પણ છે...