ભાસ્કર વિશેષ:નર્સોને ભારતમાં જાળવવા પ્રયાસ જરૂરીઃ નિષ્ણાતો

મુંબઈએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • હાલના સમયમાં ભારતમાં 1000 લોકો દીઠ ફક્ત 1.7 તાલીમબદ્ધ નર્સ ઉપલબ્ધ

તાલીમબદ્ધ નર્સો હાલમાં વિવિધ કારણોસર અન્ય દેશોમાં જાય છે, જેને કારણે ભારતની આરોગ્ય સંભાળ પ્રણાલી સામે ગંભીર જોખમ પેદા થઈ શકે છે, એમ મુંબઈમાં આયોજિત નરકોન 2022 નામે નર્સિંગ કોન્ક્લેવમાં આરોગ્ય સંભાળ નિષ્ણાતોનો સૂર નીકળ્યો હતો.ડો. એલ એચ હિરાનંદાની હોસ્પિટલની પહેલ નર્સિંગ વ્યવસાય પરની આ રાષ્ટ્રીય કોન્ક્લેવમાં રાજ્યભરની વિવિધ હોસ્પિટલો અને નર્સિંગ કોલેજોમાંથી મોટી સંખ્યામાં નર્સોએ ભાગ લીધો હતો. ભારતમાં 1000 લોકો દીઠ આશરે 1.7 તાલીમબદ્ધ નર્સ હાલમાં છે, જ્યારે ડબ્લ્યુએચઓના નિયમ અનુસાર આટલી વસતિ સામે 4 નર્સ હોવી જોઈએ.

જોકે નબળી કામની સ્થિતિ અને ઓછો પગારને લીધે ભારતમાંથી વર્ષમાં સેંકડો નર્સો વિદેશમાં ચાલી જાય છે. આને ધ્યાનમાં રાખતાં નર્સિંગ વ્યાવસાયિકોનું માર્ગદર્શન કરવા, તાલીમબદ્ધ નર્સોનું અન્ય દેશોમાં જતા રહેવું, નર્સોની સમસ્યાઓ વિશે આરોગ્ય સંભાળ નિષ્ણાતો દ્વારા ભાર આપવામાં આવ્યો હતો. નર્સો સંબંધી વિવિધ સમસ્યાઓ માટે નજીકમાં કોઈ તુરંત સમાધાન નહીં હોવા છતાં હેલ્થકેર વ્યવસાયમાં આગેવાનો અને સરકારમાં નીતિના ઘડવૈયાઓએ એકત્ર મળીને ઉપાયાત્મક પગલાં લેવાની જરૂર છે, એવો સૂર નીકળ્યો હતો.

આ સમયે હોસ્પિટલના સહ- સ્થાપક ડો. નિરંજન હિરાનંદાની, સીઈઓ ડો. સુજિત ચેટરજી, નરકોન 2022નાં અધ્યક્ષા વલસા થોમસ, ઓપરેશન્સના જીએમ ડો. શશીકાંત પવાર, નરકોનના આયોજક સચિવ સેલી સુસીલ હાજર રહ્યાં હતાં.કરીને કોવિડ સમયે નર્સિંગનું કામ, નર્સિંગમાં વૈવિધ્યતા, કટોકટીમાં નર્સિંગ આગેવાની, દર્દીની સુરક્ષા, નર્સોની ઊભરતી અને બદલાતી ભૂમિકાઓ, અનુકંપા થાક, નર્સોની અછત, માગણી અને પુરવઠા વચ્ચે અંતર, નર્સિંગ વ્યવસાયમાં એકત્રિત નર્સિંગ અને પડકારો તથા તકો જેવા મુદ્દા પર ચર્ચાવિચારણા કરાઈ હતી. પેનલ ચર્ચા પણ હતી.

આ વિષયો પર પેનલ ચર્ચા
નર્સીસઃ ધ વોઈસ ટુ લીડ- ઈન્વેસ્ટ ઈન નર્સિંગ એન્ડ રિસ્પેક્ટ રાઈટ્સ ટુ સિક્યોર ગ્લોબલ હેલ્થ પર પેનલ ચર્ચાનું સૂત્રસંચાલન ડો. ચેટરજીએ કર્યું હતું. ચર્ચામાં વોકહાર્ટ હોસ્પિટલના સીઓઓ ડો. ક્લાઈવ ફરનાન્ડીસ, પીડી હિંદુજા હોસ્પિટલનાં નર્સિંગનાં ડાયરેક્ટર ડો. ફલક્ષી માંજરેકર, બ્રીચ કેન્ડી હોસ્પિટલના નર્સિંગના ડાયરેક્ટર પ્રાજક્તા હિંડલેકર, હિરાનંદાની હોસ્પિટલના મેડિકલ ડાયરેક્ટર ડો. મનીષ ગુપ્તા, હીલબિઝ હેલ્થકેરના એમડી કેપ્ટન અજિથા નાયરે ભાગ લીધો હતો.

અન્ય સમાચારો પણ છે...