ધરતીકંપ:દહાણુ -તલાસરી તાલુકામાં પરોઢિયે જ ભૂકંપના આંચકા

મુંબઈ16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રિસ્ટર સ્કેલ પર 3.6ની નોંધ, નાગરિકોમાં ડર

ફરી એક વખત પાલઘર જિલ્લો ધરતીકંપના આંચકાથી ધણધણી ઉઠ્યો હતો. સંપૂર્ણ પરિસરમાં એના લીધે ડર ફેલાયો હતો. પાલઘર જિલ્લાના દહાણુ અને તલાસરી તાલુકામાં ધરતીકંપના આંચકા અનુભવાયા હતા. આ આંચકા 3.6 રિસ્ટર સ્કેલ નોંધાયા હોવાથી નાગરિકોમાં ડરનું વાતાવરણ છે.

પાલઘરમાં બુધવારે સવારના 4 કલાક 4 મિનિટે ફરીથી ધરતીકંપના આંચકા આવ્યા હતા. દહાણુ, કાસા, આંબોલી, ધાનિવરી, ઉર્સે, ધુંદલવાડી, ઘોલવડ, તલાસરી, બોર્ડી પરિસરમાં 3.6 રિસ્ટર સ્કેલ જેટલી તીવ્રતાના આંચકા અનુભવાયા હતા.

પાલઘર જિલ્લાના દહાણુ અને તલાસરી ભાગમાં છેલ્લા ત્રણ વર્ષથી ધરતીકંપના આંચકા આવે છે. સતત થઈ રહેલા નાનામોટા આંચકા છેલ્લા સાત મહિનાથી બંધ હતા. જો કે બુધવારે સવારના ફરીથી ધરતીકંપના આંચકા લાગવાની શરૂઆત થઈ હતી. સદનસીબે આજ સુધી ધરતીકંપના આ આંચકાઓને કારણે મોટી જીવહાની થઈ નથી. છતાં સતત અનુભવાતા આંચકાઓને લીધે આ પરિસરના ઘરમાં તિરાડ પડી છે. તેથી ઘરોનું મોટા પ્રમાણમાં નુકસાન થયું છે.

અન્ય સમાચારો પણ છે...