ભાસ્કર વિશેષ:આંતરમાળખાના ઉકેલ માટે ઈ-યંત્ર ઇનોવેશન ચેલેન્જ લોન્ચ

મુંબઈ20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • IITના ઇ-યંત્ર પ્રોજેક્ટને ભારત સરકારના શિક્ષણ મંત્રાલય દ્વારા ભંડોળ પૂરુ પાડવામાં આવ્યુ છે

ઇન્ડિયન ઇન્સ્ટિટ્યુટ ઓફ ટેકનોલોજી (આઈઆઈટી), બોમ્બેએ સમાવેશી શહેરી આંતરમાળખા માટે ઉકેલો મેળવવા માટે ઈ-યંત્ર ઈનોવેશન ચેલેન્જ (ઈવાયઆઈસી 2022-23) લોન્ચ કરી છે. ઈ-યંત્ર પ્રોજેક્ટને ભારતના શિક્ષણ મંત્રાલ દ્વાર ભંડોળ પૂરુ પાડવામાં આવ્યુ છે અને આઈઆઈટી બોમ્બેના સીએસઇ વિભાગ દ્વારા આ પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો છે.

ચાલુ વર્ષની થીમમાં શહેરી સમાવેશીતા અને કૃષિને મદદ કરવા માટે સસ્ટેનેબલ એન્ડ એડવાન્સ્ડ ટેકનોલોજીસ છે. અહીં સમાવેશીતાનો અર્થ વિકલાંગતા ધરાવતા લોકો (પીડબ્લ્યુડી)ને મદદ કરવી તે છે, જેઓ આપણી કુલ વસ્તી (30 મિલીયન)ના આશરે 2.2 ટકા સમાવે છે, પરંતુ તેઓ સમાવેશી શહેરી સ્થળોના અભાવે પાછળ રહી ગયા છે.

ઈ-યંત્ર એ રોબોટિક્સ આઉટરિચ પ્રોગ્રામ છે જે વાન એન્જિનીયર્સને ટેકનોલોજીનો ઉપયોગ કરીને સમસ્યાનો હલ કાઢવામાં મદદ કરે છે. તે પ્રોજેક્ટ બેઝ્ડ વલર્નીંગ (પીબીએલ) અભિગમનો ઉપયોગ કરે છે જે વ્યવહારુ અને સક્રિય શીખાઉ અનુભવ પૂરો પાડીને પરંપરાગત શિક્ષણમાં વધારો કરે છે. ઈ-યંત્રમાં નિષ્ણાતોનું માર્ગદર્શન યુવા પાર્ટિસિપન્ટ્સની વાસ્તવિક વિશ્વની સમસ્યાઓને ઉકેલવાની ક્ષમતાઓમાં ઉમેર કરે છે.

ઈવાયઆઈસીએ વિશિષ્ટ વાર્ષિક સ્પર્ધા છે જે વિદ્યાર્થીઓ વાસ્તવિક વિશ્વની સમસ્યાઓ ઉકેલે અને સ્ટાર્ટઅપ્સ ઊભા કરે તે પહેલા અનન્ય કૌશલ્યોની ટીમ ઊભી કરવા માટે વિદ્યાર્થીઓને એમઓઓસી દ્વારા તાલીમ આપે છે. તેનો પ્રારંભ 2014માં થયો હતો અને ચાલુ વર્ષ ઈ-વાયઆઈસીનું 9મું વર્ષ છે. છેલ્લા બે ત્રણ વર્ષોમાં સરેરશ 2,000 વિદ્યાર્થીઓએ સ્પર્ધામાં ભાગ લીધો હતો.

યુવાનો વાસ્તવિક સમસ્યા પર કામ કરશે : ઈ-યંત્ર પ્રોજેક્ટના મુખ્ય તપાસકર્તા, અને આઈઆઈટી બોમ્બેના કોમ્પ્યુટર સાયંસના વિભાગના પ્રો કવિ આર્યએ જણાવ્યું હતુ કે, “ઈ-યંત્ર પ્રોજેક્ટ એ ખૂબ જ વિશિષ્ટ પ્રોજેક્ટ છે જે છેલ્લા એક દાયકાથી વધુ સમયથી આઈઆઈટી બોમ્બેમાં વિકાસ પામી રહ્યો છે. ઈ-યંત્ર ઈનોવેશન ચેલેન્જ યુવા મનને વાસ્તવિક સમસ્યાઓ પર કામ કરવા માટે એકસાથે લાવે છે અને આવતીકાલને વધુ સારી બનાવવા માટે ઉકેલો શોધે છે.

મોટાભાગના વિદ્યાર્થીઓ પાસે કૌશલ્ય હોય છે પરંતુ કઈ સમસ્યાઓ હલ કરવી અને કેવી રીતે ઉકેલવી તે જાણતા નથી. તેના માટે, e-Yantra સહભાગીઓને વિષયોના ક્ષેત્રો પર તરબોળ શિક્ષણમાં જોડે છે જ્યાં નિષ્ણાતો તેઓને તેઓ ઉકેલી શકે તેવી સંબંધિત સમસ્યાઓને સ્પષ્ટ કરવામાં મદદ કરે છે.

ત્યારબાદ તેઓને પ્રોટોટાઇપ વિકસાવવા માટે માર્ગદર્શન આપવામાં આવે છે અને ત્યારપછી તેમના પોતાના સ્ટાર્ટઅપ શરૂ કરવાનું શીખવા માટે ઇન્ક્યુબેટર્સમાં પિચિંગની તાલીમ આપવામાં આવે છે. આ વર્ષ અમારા માટે વોટરશેડ ક્ષણ છે કારણ કે અમે બધા માટે વધુ સારું જીવન બનાવવા માટે વધુ સમાવિષ્ટ શહેરી રહેવાની જગ્યાઓ સાથે વધુ સારું ભવિષ્ય ઘડવામાં મદદ કરવા માટે યુવાનો સાથે જોડાયેલા છીએ.”

અન્ય સમાચારો પણ છે...