ટૂંક સમયમાં ઈ-બાઈક સેવા શરૂ થશે:સંપૂર્ણ મુંબઈમાં ઈ-બાઈક સેવા શરૂ કરવામાં આવશે

મુંબઈ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બેસ્ટ દ્વારા મૂળ ભાડું 20 રૂપિયા અને કિલોમીટર દીઠ 3 રૂપિયા ભાડું વસુલાશે

મુંબઈમાં ટૂંક સમયમાં ઈ-બાઈક સેવા શરૂ થશે એવી ઘોષણા કરવામાં આવી છે. તેથી હવે બસમાંથી ઉતરનારા પ્રવાસીઓ તેમને જવું છે એ ઠેકાણે જવા આ ઈ-બાઈકનો ઉપયોગ કરી શકે છે. બેસ્ટ પ્રશાસન તરફથી આપેલી માહિતી અનુસાર ઓકટોબરમાં 180 બસ સ્ટોપ પર તેમ જ વ્યવસાયિક અને નિવાસી ભાગમાં 1000 ઈ-બાઈક તૈનાત કરવામાં આવશે.

શરૂઆતમાં આ ઈ-બાઈક મુંબઈમાં અંધેરી, વિલેપાર્લે, જુહુ, સાંતાક્રુઝ, ખાર, બાન્દરા, માહિમ અને દાદર ખાતે ઉપલબ્ધ કરવામાં આવશે. એ પછી શહેરના બાકીના ભાગમાં એનું વિસ્તરણ કરવામાં આવશે. જૂન 2023 સુધી 5 હજાર ઈ-બાઈક સેવામાં લાવવાનો બેસ્ટનો ઉદ્દેશ છે. ટૂંક સમયમાં આ સેવા બેસ્ટના ચલો એપ સાથે જોડવામાં આવશે.

વ્યવસાયિક અને નિવાસી ભાગમાં મુખ્ય બસસ્ટોપ પર ઈ-બાઈકની વ્યવસ્થા કરવામાં આવશે. ઈ-બાઈકનું ભાડું પરવડે એવું હશે. મૂળ ભાડું ફક્ત 20 રૂપિયા, કિલોમીટર દીઠ પ્રવાસ માટે 3 રૂપિયા અને મિનિટ દીઠ 1.50 રૂપિયા હશે. ઈ-બાઈકની સ્પીડ સુરક્ષિત હશે. શહેરના પ્રવાસીઓ માટે અત્યંત સુરક્ષિત કલાકના 15 કિલોમીટરની સ્પીડ રહેશે. ઈ-બાઈકના લીધે ગેસ કે ધ્વની પ્રદૂષણ નહીં થાય. ગિરદી ઓછી હોય એવા રસ્તા પર દરેક માટે ઝડપી પ્રવાસ થશે. ઈ-બાઈક ચલાવવા માટે લાયસંસની જરૂર નથી.

યુપીઆઈના માધ્યમથી ભાડું ચુકવી શકાશે
બેસ્ટ તરફથી સેવામાં મૂકાનારી ઈ-બાઈક વોગો કંપનીની છે. આ બાઈકની સ્પીડ ઓછી હોવાથી એને ચલાવવા માટે લાયસંસની જરૂર નથી. આ બાઈકનો લાભ સામાન્ય નાગરિકો લઈ શકશે. તેમ જ આ બાઈક ગિયરલેસ છે. તમને જો સાઈકલ ચલાવતા આવડતી હોય તો તમે ગણતરીની મિનિટમાં આ બાઈક ચલાવતા શીખી જશો. બાઈક અનલોક કરવા અને ચલાવવા માટે કંપનીના એપનો ઉપયોગ કરવાનો રહેશે. પ્રવાસ પૂરો થયા બાદ એ ફરીથી લોક કરી શકાશે. ચલો એપના માધ્યમથી આ બાઈક ભાડે લઈ શકાશે. એના માટે તમે ઓનલાઈન યુપીઆઈના માધ્યમથી ભાડાના રૂપિયા ચુકવી શકશો.

અન્ય સમાચારો પણ છે...