ડમી ઉમેદવારને બેસાડવો મુશ્કેલ:લર્નિંગ લાયસંસ માટે હવે ડમી ઉમેદવારને એન્ટ્રી નહીં મળે

મુંબઈ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ઉમેદવારના આધારકાર્ડના ફોટા સાથે સમાનતા નહીં હોય તો પ્રક્રિયા બંધ

લર્નિંગ ડ્રાઈવિંગ લાયસંસ માટે ઓનલાઈન પરીક્ષા આપતા દસમા ધોરણની પરીક્ષા પ્રમાણે ડમી ઉમેદવાર બેસાડવામાં આવે છે. તેથી લર્નિંગ લાયસંસની પરીક્ષા ઉમેદવારના બદલે દલાલ જ આપતા હોય છે. એના પર અંકુશ મેળવવા એનઆઈસીએ એક સોફ્ટવેર તૈયાર કર્યું છે. એ આધારકાર્ડ પરના ફોટા સાથે કનેક્ટ કરવામાં આવ્યું હોવાથી આવા ડમી ઉમેદવારને બેસાડવો મુશ્કેલ થયું છે.

આ નવી ટેકનોલોજીની શરૂઆત વડાલા આરટીઓમાં કરવામાં આવી છે. કોરોનાની લહેરમાં નાગરિકો પર મર્યાદાઓ હોવાથી તેમના માટે સગવડભર્યું થાય એટલે એપ્રિલ 2021થી લર્નિંગ લાયસંસ માટે ઘેરબેઠા ઓનલાઈન પરીક્ષા આપવાની પ્રક્રિયા આરટીઓએ શરૂ કરી. પણ દલાલોએ એમાં પરીક્ષા આપવાનું શરૂ કર્યું. તેથી કોઈ પણ વ્યક્તિને લાયસંસ મળવા માંડ્યું.

તેથી પરિવહન વિભાગે હવે નવી ટેકનોલોજીની મદદ લીધી છે. એના માટે ઉમેદવારના આધારકાર્ડ પરના ફોટો સાથે સમાનતા શોધવામાં આવશે. ફોટો અને પરીક્ષાર્થી જુદા હશે તો પ્રક્રિયા આગળ વધશે નહીં. ઉમેદવારને કેમેરા સામે રાખીને પછી એને ઉઠાડીને દલાલ પોતે પરીક્ષા આપતા હતા.

જોખમ શા માટે?
લર્નિંગ લાયસંસ ઉમેદવારને વાહન ચલાવવાનું શીખવા માટે આપવામાં આવે છે. એ ફક્ત છ મહિનાના સમયગાળા માટે હોય છે. એ પછી પાકુ લાયસંસ બનાવવું પડે છે. શિખાઉ વ્યક્તિ વાહન ચલાવતી હોય ત્યારે એની બાજુમાં પાકુ લાયસંસ ધરાવતી વ્યક્તિ બેસે એ જરૂરી હોય છે. આમ કોઈને પણ લર્નિંગ લાયસંસ મળવા માંડતા ખોટા હાથમાં સ્ટિયરિંગ જવાથી અકસ્માતનું જોખમ ઊભું થાય છે. તેથી આ ટેકનોલોજી તૈયાર કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...